રિટર્ન 5 સપ્ટે. સુધી ભરી શકાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ન્યૂટેક્સટાઇલ માર્કેટ એસોસિએશને બીજીએ ફાઉન્ડેશન સાથે ૨૬મી જુલાઈએ બુધવારે ન્યૂ ટેક્સટાઇલ માર્કેટના બોર્ડ રૂમમાં સેમિનાર આયોજિત કર્યો હતો. સીએ નિરજ બજાજે ઉપસ્થિત વેપારીઓને જીએસટી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સીએ નિરજ બજાજે જણાવ્યું હતું કે જીએસટીમાં જુલાઈ અને ઓગસ્ટના રિટર્ન તમારે સરળ રીતે ભરવાના છે. જુલાઈ મહિનાનો ટેક્સ 20 ઓગસ્ટ સુધી ભરવાનો રહેશે, પરંતુ રિટર્ન સપ્ટેમ્બર સુધીમાં ભરવાનું છે. સેમિનારમાં મોટી સંખ્યામાં વેપારીઓએ જીએસટી સંબંધિત પ્રશ્નોના ઉત્તર પણ મેળવ્યા હતા.

બીજીએ ફાઉન્ડેશન દ્વારા જીએસટી અંગે સેમિનાર

અન્ય સમાચારો પણ છે...