તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કશ્મકશમાં ફસાયેલા રાણા સમાજના 21 વર્ષીય તેજસે ફાંસો ખાઇ લીધો

કશ્મકશમાં ફસાયેલા રાણા સમાજના 21 વર્ષીય તેજસે ફાંસો ખાઇ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘાંચી સમાજની ઘનિક પરિવારની સગીરા સાથે પ્રેમ સંબંધની પ્રેમિકાના પરિવારને જાણ થઈ જતાં વગદાર પરિવારે પ્રેમી યુવકને સલાબતપુરા પોલીસની નાક નીચે લોકઅપમાં પુરવાની, હત્યા કરવાની ધમકી, સતત ટોર્ચરિંગ કરાતી હતી. તો પ્રેમીકાએ મળે તો આપઘાતની આપેલી ધમકી વચ્ચે ફસાયેલા યુવકે આખરે મોતની સોડ તાંણી લીધી હતી. બેગમપુરા ખરાદી શેરીમાં રહેતાં કિશોર રાણા ને સંતાનમાં 2 પુત્ર છે. મોટો પુત્ર તેજસ (21) સાથે પિતા હીરાની ઓફિસમાં નોકરી કરે છે. નાનો પુત્ર રાહુલ છે. રવિવારે સવારના 11 વાગ્યે ઘરે કોઈ હોય તેજસે માળ ઉપર દુપટ્ટાથી ફાંસો ખાધો હતો. કાકાની દીકરી ઉપર જતાં ઘટના પ્રકાશમાં આવી હતી.

પ્રેમિકા કહે આપઘાત કરીશ, પરિવારે કહ્યું તને મારી નાખીશ

રજાને કારણે અરજી મળી નહીં

^શનિવારેતેજસે કમિશનર કચેરી ખાતે અરજી કરી પરંતુ રજા હોવાથી અમને મળી નહીં. અગાઉ છોકરીવાળાની અરજી બાદ બંને પક્ષ વચ્ચે સમાધાન થયુંં. છોકરી મળવા દબાણ કરતી હતી. પરિવારજનો તેમના વિરુદ્ધમાં હતાં. પરિવારજનો અંતિમ વિધિ બાદ ફરિયાદ કરશે તો ગુનો દાખલ કરીશું. > બી.કે. વનાર, PI,સલાબતપુરા પોલીસ

તેજસને ટોર્ચર કરતાં હતા

^મારા ભાઈના મોત માટે છોકરીના માતા-પિતા જવાબદાર છે. પ્રેમ સંબંધની જાણ થતાં 4 માસથી તેજસને ટોર્ચર કરાતો હતો. લોકઅપમાં પુરી દેવાની ધમકી અપાતી. તેજસ ઘભરાતો, માતા-પિતાને પોલીસ લઈ જશે તે ડરમાં અંતિમ પગલું ભર્યું હતું. > રાહૂલરાણા, મૃતકનોનાનો ભાઈ

તેજસે પોલીસ પાસે રક્ષણ માંગ્યું હતું

તેજસેએક દિવસ પહેલા શનિવારે કમિ.ને લેખિત અરજી કરી ને પ્રેમિકાના પિતા-માતા તરફથી મળતી હત્યાની, લોકઅપમાં બેસાડીવાની ધમકીઓ સામે રક્ષણની માંગ કરી હતી. અરજીમાં તે કઈ કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તે વર્ણવ્યું હતું. પરંતુ અરજી અંગે કોઈ કાર્યવાહી થતાં રાણા સમાજના યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો.

2 વર્ષથી પ્રેમસંબંધ હતો

તેજસનેનજીકમાં રહેતી એન્જિ.માં અભ્યાસ કરતી લીશા(નામ બદલ્યું છે)ને 2 વર્ષથી પ્રેમસંબંધ હતો. 4 માસ પહેલાં પ્રેમિકાના પરિવારને જાણ થતાં તેજસને ઘરે જઈ માર્યો હતો.

ચાર માસથી જાણ થતાં બે પરિવાર વચ્ચે ભારે તકરાર ચાલતી હતી

અન્ય સમાચારો પણ છે...