તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BRTSની રેલીંગ સાથે અથડાંતા 1નું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંડેસરામાંબે મિત્રા મોપેડ પર માછલી લેવા માટે જઈ રહ્યા હતા. પ્રેમનગર પાસે મોપેડ બીઆરટીએસ રેલીંગ સાથે અથડાતાં બે મિત્રો પૈકી એકનું મોત થયું હતું. જ્યારે બીજાને ઈજા પહોંચતા સારવાર માટે નવી સિવિલ ખાતે ખસેડાયો હતો.પાંડેસરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર પાંડેસરા વડોદ ગામે આશીર્વાદ નગરમાં રહેતો શ્રવણ શિવકુમાર જાદવ (18) પાંડેસરામાં આવેલી એક ડાંઈગ પ્રિન્ટિંગ મીલમાં કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલવતો હતો. દરમિયાન ગુરૂવારે સવારે શ્રવણ પોતાની સાથે કામ કરતા ધર્મેન્દ્ર ભરત વર્મા સાથે મોપેડ પર સવાર થઈ રિંગ રોડ વિસ્તારમાં માછલી લેવા માટે જઈ રહ્યો હતો. મોપેડની સ્પીડ વધુ હોવાથી શ્રવણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેને કારણે બાઈક સીધી બીઆરટીએસની રેલીંગ સાથે અથડાતા શ્રવણને માથામાં ગંભીર ઈજા પહોચી હતી. જ્યારે ધર્મેન્દ્રને સામાન્ય ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા નવી સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતાં તેમણે ફેતલનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...