વિસાવદરમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરપંથકમાં આજે બપોરે બાદ આકાશમાં ઘનઘોર વાદળોને લીધે અંધારીયો માહોલ છવાઇ ગયો હતો. અને ધીમે ધીમે વરસાદ શરૂ થયા બાદ સાંજે 5:45 વાગ્યાથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ પકડ્યું હતું. અને 7:45 વાગ્યા સુધીમાં 161 મીમી એટલે કે લગભગ 7 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. વરસાદને પગલે સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. પોણા આઠ વાગ્યે વરસાદ ધીમો પડ્યો હતો. પરંતુ ધીમી ધારે તો ચાલુજ રહ્યો હતો. વરસાદનું સૌથી વધુ જોર વિસાવદર શહેરમાં,

...અનુસંધાન પાનાં નં.12

લાલપુર, માંડાવડ સહિતનાં વિસ્તારોમાં વધુ રહ્યું હતું.

...અનુસંધાન પાનાં નં.5

વરસાદને પગલે પોપટડી, મહિયારીયો, કાબરા અને ધ્રાફડમાં પુર આવ્યા હતા. જોકે, આભ ફાટ્યા જેવી સ્થિતી સર્જાવા છત્તાં વિસાવદર પંથકમાં ખડકાળ અને કડક જમીનવાળો હોવાથી અહીં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ નથી. અને વરસાદનાં પાણી પણ વહી ગયા હતા.

અમરેલીજીલ્લામાં અડધાથી અઢી ઇંચ મેઘ મહેર : ગુરુવારેબપોર બાદ જીલ્લાભરમાં મેઘસવારી આવી પહોંચી હતી. અમરેલી જીલ્લાના 10 તાલુકામાં અડધા ઇંચથી લઇ અઢી ઇંચ વરસાદ વરસી જતા જગતનો તાત હરખાઇ ઉઠ્યો હતો. લીલીયા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને જોતજોતામાં અઢી ઇંચ વરસી ગયો હતો. જેના કારણે નાવલી નદીમાં ભારે પુર આવ્યુ હતું. સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં સવા બે ઇંચ વરસાદ થયો હતો. લાઠી તાલુકાના મતીરાળા ગામે બે થી અઢી ઇંચ વરસાદ પડયો હતો. જાફરાબાદ તાલુકામાં ટીંબી ઉપરાંત શેલણા, માણસા, મોટી મોલી વિગેરે ગામોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ

સુરતમાં 6 મિમી, કામરેજમાં દોઢ ઇંચ, ચોર્યાસી 6 મિમી, મહુવા 2 મિમી, માંગરોલ 14 મિમી, ઓલપાડ 7 મિમી, પલસાણામાં 14 મિમી વરસાદ નોંધાયો હતો.

મુંબઈમાં ભારે વરસાદ

મુંબઈના ઘણા વિસ્તારોમાં ગુરુવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા કહેવાયું હતું કે હવાનું ઓછું દબાણ સર્જાતા શહેરમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...