તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CMના આગમનને પગલે પાસ કાર્યકરો ઉપર પોલીસની વોચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનામુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રવિવારે જસદણ અને રાજકોટમાં કાર્યક્રમ હોઇ પાસના કાર્યકરો કાર્યક્રમ સ્થળે કોઇ વિક્ષેપ કરે નહીં તે માટે પોલીસ દ્વારા સઘન તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને પાસના કાર્યકરો પર શનિવારથી વોચ ગોઠવી દેવામાં આવી છે. જસદણમાં કાર્યક્રમ સ્થળ પર બે હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. રાજકોટમાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

સુરતમાં અભિવાદન સમારોહમાં પાસના કાર્યકરોએ મચાવેલી ધમાલના ઘેરા પડઘા પડ્યા હતા. સુરતમાં રહી ગયેલી સુરક્ષાની ક્ષતિઓ પર હવે વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને મુખ્યમંત્રીના કાર્યક્રમો જે સ્થળે હોઇ ત્યાં તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ અગાઉથી કરવામાં આવી રહી છે. રવિવારે જસદણમાં પટેલ પરિવાર દ્વારા બનેલા અત્યાધુનિક મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉપસ્થિત રહેવાના છે. પાસના કાર્યકરો કાર્યક્રમમાં દેખાવ કરે નહીં તે માટે જિલ્લા પોલીસવડા અંતરિપ સુદના માર્ગદર્શન હેઠળ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જસદણના કાર્યક્રમમાં 2 હજાર પોલીસ જવાનો તહેનાત

સુરતની ઘટના બાદ તંત્ર વધુ એલર્ટ બન્યું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો