તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સચિન કનસાડમાં બિલ્ડર બંધુએ બે ફ્લેટ વેચી નાખ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચિન-કનસાડમાં બિલ્ડર બંધુએ બે ફ્લેટ વેચી નાખ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સચિનકનસાડગામમાં એક્ષપોર્ટ પેકેઝિંગના વેપારીએ ત્રણ ફલેટો વેચાણથી રાખ્યા હતા.જો કે બિલ્ડરે વેપારીના બે ફલેટો બારોબાર વેચાણ કરી લાખોની રકમ ચાંઉ કરી જતા સચિન જીઆઈડીસી પોલીસે બન્ને બિલ્ડર બંધુઓ સામે ગુનો નોધ્યો હતો.

સચીન જીઆઈડીસી પોલીસ સૂત્રો દ્વારા મળતી વિગતો અનુસાર સાંબરકાંઠાના હિમ્મતનગર ખાતે સેકટર-1 માં રહેતા ગીરીશભાઈ દત્તાક્ષેય કાજરેકરે વર્ષ 2011 માં સચિન કનસાડ ખાતે તિલક એવન્યુ નામના એપાર્ટમેન્ટમાં ત્રણ ફલેટો વેચાણથી લીધા હતા.જેમાં બિલ્ડરે થોડા વખત પછી વેપારીના બે ફલેટો બારોબાર વેચાણ કરી દીધા હતા.જ્યારે વેપારીને અંગેની હકીકતો ખબર પડી ત્યારે તેમણે પોલીસ કમિશનરમાં અરજી આપી હતી. અરજીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે બિલ્ડર કેતન અરવિંદ પટેલ તથા તેનો ભાઈ અમિત અરવિંદભાઈ પટેલ(બન્ને રહે,જોલી રેસીડન્સી,વેસુ)ની સામે ગીરીશ કાજરેકરની ફરિયાદ લઈ ઠગાઈનો ગુનો નોધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો