તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • 4 કરોડની લેતીદેતીમાં ગોંડલની આંગડિયા પેઢીના મેનેજર ગુમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

4 કરોડની લેતીદેતીમાં ગોંડલની આંગડિયા પેઢીના મેનેજર ગુમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલનીનાની બજાર, આર્ય શેરીમાં આવેલ આંગડીયા પેઢીના મેનેજર યુવાન રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતાં તેની પત્ની દ્વારા સિટી પોલીસમાં ગુમસુદા અંગે ફરિયાદ નોંધાવાઈ છે. ગોંડલની આર્યશેરીમાં પી.ઉમેશ આંગડિયા પેઢીના મેનેજર કરણસિંહ ગોવિંદસિંહ પરમાર ( ઉ.ર૯) શુક્રવારે રાજકોટ જવાનું કહી નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયા હતા. બનાવ અંગે પત્ની ભગવતીબેન દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જમાદાર ભૂપતભાઇ માંજરીયા દ્વારા તપાસ હાથ ધરાઈ છે. કરણસિંહ 4 કરોડની લેતી-દેતીમાં મધ્યસ્થી રહ્યા હતાં. જે માટે અમરેલી-સુરતના ફાઈનાન્સરો દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરાતા મેનેજર મુંઝાઇ ગયા હતા. આખરે પત્ની અને એક વેપારીને ચિઠ્ઠી લખી તેઓ રાજકોટ જવાનું કહીને નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થયા હતાં. અમરેલી-સુરતના ફાઈનાન્સરો દ્વારા બે-ત્રણ દિવસથી બાઉન્સરો સાથે ગોંડલમાં ધામા નખાયા હોય કરણસિંહ પરમારના રહેઠાણ અક્ષર વાટીકા એપાર્ટમેન્ટમાં આંટાફેરા શરૂ કરાયા હતાં અને સીસીટીવી તેમજ ડીવીઆર સીઆઇડીની માફક ચેક કરવામાં આવ્યા હતાં. કરણસિંહ ગુમ થઇ ગયા અંગે રાજકીય મોટા માથાઓના પોલીસ ઉપર અનેકો ભલામણના ફોન આવ્યા હતાં તેવું પણ જાણવા મળ્યું હતું.

અમરેલી-સુરતના ફાઈનાન્સરો બાઉન્સરોના આંટાફેરા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો