તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કતારગામમાં લેણદારના ત્રાસથી યુવકે આપઘાત કર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કતારગામમાં લેણદારના ત્રાસથી યુવકે આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત | કતારગામમાંકંતારેશ્વર સોસાયટીમાં રહેતા યુવાને લેણદારોથી ત્રાસીને એક મહિના પહેલા ફાસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. પરિવારજનોએ એક મહિના બાદ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

ભાવનગરના ગુંદરણા ગામનો વતની અને હાલમાં કતારગામમાં લલીત ચોકડી પાસે કંતારેશ્રર સોસાયટીમાં રહેતો નરેન્દ્ર ભીખાભાઇ ઘોઘારી પહેલા લોનનું અને પછી ઇન્સ્યુરન્સ કંપનીમાં નોકરી કરતો હતો. તેને રૂપિયાની જરૂરત હોવાથી જતીન પરમાર પાસેથી ત્રણેક મહિના પહેલા 50 હજાર રૂપિયા લીધા હતા. તે પૈકી 25 હજાર રૂપિયા ચુકવી દીધા હતા. 25 હજાર રૂપિયા લેવાના હતા. તેમ છતા જતીન અને તેના વતી દુર્ગેશ રાય અને દિપક વિરાસએ નરેન્દ્ર પાસેથી એક ટેમ્પો અને કાર લઇને 3.50 લાખ રૂપિયા માંગતા હતા. તે માટે નરેન્દ્રને ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા હતા. આખરે નરેન્દ્રએ એક મહિના પહેલા ઘરમાં ફાંસો ખાઇ લીધો હતો. તે પહેલા નરેન્દ્રએ લેણદારો વિરુદ્ધ સુસાઇટ નોટ પણ લખી હતી. એક મહિના બાદ નરેન્દ્રના પિતા ભીખાભાઇએ આરોપીઓ વિરૂદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો