તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આચાર્ય વિમલસાગરસૂરિજીના સાંનિધ્યમાં ચૈત્ય પરિક્રમા યોજાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચાર્ય વિમલસાગરસૂરિજીના સાંનિધ્યમાં ચૈત્ય પરિક્રમા યોજાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલ્યાણમિત્ર જૈન પરિવાર, સુરતના ઉપક્રમે શનિવારે આચાર્ય વિમલસાગરસૂરિજી મહારાજ તથા મુનિ પદ્મવિમલસાગરજી મહારાજના સાનિધ્યમાં પર્યુષણ મહાપર્વના કર્તવ્ય રૂપે ભવ્ય ચૈત્ય પરિપાટી યોજાઇ હતી. પાંચ જિનાલયોની પરિક્રમામાં સવારે 3000થી વધુ ભાવિકો પગપાળા જોડાયા હતાં.

શ્રી બુદ્ધિ-વીર વાટિકાથી સવારે 6 કલાકે પ્રસ્થાન કરી ચૈત્ય પરિક્રમા આશીર્વાદ પેલેસ, સરેલા વાડી, અઠવાલાઇન્સ થઇ 9 કલાકે ઉમરા પહોંચી હતી. અશ્વરોહી, ઘોડા બગ્ગીઓ અને હિમ્મતનગરના પ્રસિદ્ધ દિનકર બેંડ સાથે જૈનાચાર્યના સાનિધ્યમાં આયોજિત સુરતની એક અવિસ્મરણીય ચૈત્ય પરિપાટીનું ભાવિકો તેમજ જૈનસંઘોએ ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કર્યું હતું. વિવિધ પૂજન સામગ્રી અને શાસનધ્વજ સાથે નિકળેલી ચૈત્ય પરિક્રમાને નિહાળવા લોકો રાજમાર્ગો પર ઉમટ્યા હતા. અઠવાલાઇન્સમાં આચાર્ય કુલચન્દ્રસૂરિજી મહારાજે તથા ઉમરામાં આચાર્ય મુક્તિદર્શનસૂરિજી મહારાજે ચૈત્યપરિક્રમાને આશીર્વાદ આપ્યા હતાં. આચાર્ય રશ્મિરાજસૂરિજી મહારાજ પણ અનોખા વાસક્ષેપ પૂજા, પ્રક્ષાલ પૂજા, ચંદન પૂજા, પુષ્પપૂજા તેમજ ચૈત્યવંદના કરાઇ હતી. ઉમરા જૈન સંઘમાં ભાવિકોની વિશાળ સભાને સંબોધતા આચાર્ય મુક્તિદર્શનસૂરિજી મહારાજે કહ્યું હતું કે જેમ દેશની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝ ક્રાંતિકારી હતા તેેમ આધુનિક જૈન સમાજને સાચી દિશા આપવા કાજે આચાર્ય વિમલસાગરસૂરિજી પણ ક્રાંતિકારી છે. સામુહિક રીતે કરેલી આરાધનાઓ વિશેષ ભાવોલ્લાસ જગાડનારી હોય છે.

5 જિનાલયોની પરિક્રમામાં 3000થી વધુ ભાવિકો જોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો