તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આઇડીએસમાં કતારગામના ફાઇનાન્સરે 55 કરોડ જાહેર કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઇડીએસમાં કતારગામના ફાઇનાન્સરે 55 કરોડ જાહેર કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઇડીએસ(ઇન્કમ ડેક્લેરેશન સ્કીમ)માં સુરત આઇટીની જાણે લૉટરી લાગી હોય એમ રોજ અધિકારીઓ મલકાઈ એવા ડિસ્કલોઝર થઈ રહ્યા છે. સ્કીમમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 350 કરોડનું કાળું નાણું જાહેર થઈ ચુક્યું છે, જેમાં ઓનલાઇન સબમિશનમાં કતારગામના એક ફાઇનાન્સરે વ્યક્તિગત રૂપિયા 55 કરોડ પણ ડિક્લેર કર્યા છે. શહેરમાં વિવિધ જગ્યાએ ફાઇનાન્સની ઓફિસ ધરાવતાં એક કરદાતાએ આટલી તોતિંગ રકમ કબૂલ કરી છે. દરમિયાન શુક્રવારે વરાછાના એક બિલ્ડરે સી.એ. મયંક દેસાઈ મારફત રૂપિયા 2.30 કરોડનાં બેહિસાબી નાણાંની જાહેરાત કરી હતી. વરાછાના એક બિલ્ડર હાલ જંગી નાણાની કબૂલાત માટે સી.એ. સાથે લાંબી ચર્ચા કરવામાં વ્યસ્ત છે. ડિક્લેરેશન વ્યક્તિગત રીતે ગુજરાતનું હાઇએસ્ટ સાબિત થાય તો નવાઈ નહીં.

ઓડિટની તારીખ 17 ઓક્ટોબર સુધી લંબાવી

સી.એ.બિરજુ શાહ કહે છે કે ઓડિટ અને આઇડીએસ સાથે ચાલતું હોવાથી ઘણી તકલીફ થતી હતી, પરંતુ બોર્ડે ઓડિટ રિટર્ન ફાઇલની તારીખ 17 ઓક્ટોબર કરી છે.

આઇટીના સૂત્રો જણાવી રહ્યા છે કે આઇડીએસનો લાભ હજી 20 દિવસ માટે લઈ શકાય એમ છે. આમ તો કોઈ ટાર્ગેટ આપ્યો નથી, પરંતુ ડિક્લેરેશનની જે રફતાર છે તે જોતાં આઇડીએસમાં રૂપિયા 1000 કરોડનો ટાર્ગેટ ક્રોસ થઈ જાય તો નવાઈ નહીં.

કુલ ડિક્લેરેશન હજાર કરોડ ક્રોસ કરી જશે

હજી મોટી જાહેરાતો થવાનાં એંધાણ, વરાછા-કતારગામના બિલ્ડરોના આંકડા ચોંકાવશે

સુરતનું સર્વોચ્ચ ડિસ્ક્લોઝર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો