તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીદાર વિસ્તારમાં ભાજપ માટે જોખમ વધ્યંુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેડ અને વરિયાવ વચ્ચેના બ્રિજની દરખાસ્ત રિફરબેક

વિધાનસભામાં ભાજપ માટે હવે કશમકશ

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

પાટીદારઅભિવાદન સમારોહ સાથે જોડાયેલા ઉધોગપતિઓની જમીનની કિંમત બમણી થાય તે પ્રમાણે વેડ વરિયાવ બ્રિજની જગ્યા પસંદ કરવામાં આવી હતી, પરંતુ ગુરુવારે પાટીદાર અભિવાદન સમારોહમાં જે રીતે હોબાળો થઈ ફિયાસ્કો થતાં બ્રિજને મંજૂરી આપવાને બદલે શુક્રવારે દરખાસ્તને રિફરબેક કરી દેવામાં આવી છે. અંગે સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઇએ જણાવ્યું હતું કે બ્રિજ બનાવવા માટે સ્થાયી સમિતિએ અગાઉ સ્થળ વિઝિટ કરી હતી, જેમાં લોકોનાં મકાન ઓછામાં ઓછાં તોડવા પડે તે પ્રમાણેની ડિઝાઇન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી હવે નવેસરથી સ્થળ તપાસ કરીને વેડ-વરિયાવ બ્રિજને બનાવવા માટેનો નિર્ણય કરાશે. ઉપરાંત અગાઉ બ્રિજ બનાવવાના મુદ્દે ભાજપના પદાધિકારીઓમાં મતમતાંતર હતા. કારણ કે હાલમાં વરિયાવ તરફનો વિસ્તાર હજુ વિકસીત થયો નથી અને ત્યાં 100 કરોડની આસપાસના ખર્ચે હાલમાં બ્રિજ બનાવવાની કોઇ જરૂર રહેતી નથી, જેથી અગાઉ સ્થળ વિઝિટ કરવામાં આવી હતી. જ્યારે ગુરુવારે યોજાયેલો પાટીદાર અભિવાદન સમારોહ જો હોબાળા વિના પાર પડી ગયો હોત તો વેડ-વરિયાવ બ્રિજને મંજૂરી આપી દેવામાં આવી હોત તેવી પણ ચર્ચાઓ શરૂ થઇ હતી.

પાંચ બેઠક પરની પળોજણ

અભિવાદન બન્યું અિભશાપ

રખડતા ઢોર માટે નવી પોલિસી તૈયાર થશે

છેલ્લા કેટલાય સમયથી વરાછા વિસ્તારમાં રખડતાં ઢોરની સમસ્યાને કારણે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરોએ અનેક વખત પાલિકામાં રજૂઆત કરી છે. ઉપરાંત અઠવા અને રાંદેર ઝોનમાં પણ રખડતાં ઢોરની સમસ્યાએ માથું ઉચક્યું છે, જેના લીધે અકસ્માતના બનાવોમાં પણ વધારો થઇ રહ્યો હોવાથી રખડતાં ઢોરની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળે તે માટે નવી પોલિસી બનાવવા માટેના આદેશ સ્થાયી સમિતિએ આપ્યા છે. તેમાં એક વખત ઢોર પકડાયા બાદ તેના પર ટેગ લગાડી દેવામાં આવશે. ટેગ લગાડવામાં આવે તેની સાથે પાલિકા પાસે ઢોરના માલિક, રહેઠાંણનું સરનામું, મોબાઇલ નંબર સહિતની જાણકારી પાલિકા પાસે હોવી જોઇએ, જેથી ઢોર બીજી વખત પકડાય તો તેની પાસે વધુ દંડ લઇ શકાય. જ્યારે ઢોર ચાર વખત પકડાય તો તેને માલિકને સોંપવાને બદલે સીધું પાંજરાપોળમાં મોકલી દેવામાં આવે તે પ્રમાણેની પોલિસી બનાવવાના આદેશ કરવામાં આવ્યા છે.

ચૌટાનીજગ્યા રિઝર્વેશન મુક્ત કરાશે

ચૌટાબજારમાછલીપીઠવાળી 700 ચોરસ મીટર જગ્યા રિઝર્વેશનમાં મુકયા બાદ આજદિન સુધી જમીન સંપાદન અધિકારીની નિમણૂંક કરવામાં આવી નથી. જ્યારે જે જગ્યા રિઝર્વેશનમાં મુકવામાં આવી છે તેની નજીકમાં મલ્ટિલેવલ પાર્કિંગ બનાવી દેવામાં આવ્યું છે. ઉપરાંત હાલમાં જમીન સંપાદનનો કાયદો પણ બદલાયો છે. સાથે સાથે નવા ડેવલપમેન્ટ પ્લાનમાં પણ રિઝર્વેશન માટે અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. ત્યારે માછલીપીઠવાળી જગ્યા પર પાર્કિંગ બનાવવાની શક્યતા રહેતી નહીં હોવાથી તેને રિઝર્વેશન મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે.

સરદારબ્રિજ વાઇડનિંગમાં નડતરરૂપ જગ્યાનું ફરજિયાત સંપાદન

સરદારબ્રિજ વાઇડનિંગ કરવાની કામગીરી પુરજોશમાં ચાલતી હતી, પરંતુ પાલિકાને બે જગ્યાના કબજા નહીં મ‌ળતાં હાલમાં કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. માટે પાલિકાએ ફરજિયાત જમીન સંપાદન કરીને જગ્યા મેળવવાનો નિર્ણય કર્યો છે. જો કે, તે પહેલા પાલિકા જમીન માલિકો સાથે એક વખત વાટાઘાટ કરીને વચલો રસ્તો કાઢવા પ્રયાસ કરશે. તેમ છતાં કોઈ નિકાલ નહીં આવે તો ફરજિયાત સંપાદન કરવાનો નિર્ણય શુક્રવારની સ્થાયી સમિતિમાં કરાયો છે.

લોકોને ઓછું નુકસાન થાય તે પ્રમાણે નવેસરથી બ્રિજની જગ્યા નક્કી કરવા રિફરબેક કરાઈ હોવાનો તર્ક રજૂ થયો

પ્રત્યાઘાત| પાટીદાર અભિવાદન સમારોહની સાઇડ ઇફેક્ટ

શહેરમાં આવેલી વરાછા, કામરેજ, કતારગામ, કરંજ અને ઉત્તર વિધાનસભા વિસ્તારમાં પાટીદાર વસ્તિ વધુ છે. તેમાં પણ મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં વરાછા વિસ્તારમાં ભાજપે ફકત બે વોર્ડ પર જીત મેળવી છે. જ્યારે વરાછા વિસ્તાર જે પહેલા ભાજપનો ગઢ ગણાતો હતો તેમાં પાટીદાર અનામત આંદોલન બાદ ગાબડું પડયુ છે. જેથી વિધાનસભાની ચૂંટણીમાં પાંચેય બેઠક પર ખરાખરીનો જંગ થવાની શકયતા અત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે થવા માંડી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો