તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કુલપતિ સામેના ફરિયાદી સાથે મેરેથોન બેઠક બાદ તપાસ પૂર્ણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુલપતિ સામેના ફરિયાદી સાથે મેરેથોન બેઠક બાદ તપાસ પૂર્ણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સામે થયેલી ફરીયાદને પગલે બે દિવસની તપાસનો ધમધમાટ શુક્રવારે શાંત થયો હતો.

એક વર્ષ અગાઉ સેનેટ સભ્યો દ્વારા કુલપતિ સામે થયેલી ફરીયાદને પગલે રાજ્યપાલ દ્વારા બે સભ્યોની તપાસ કમિટી નિમવામાં આવી હતી. તપાસ કમિટી બુધવારે 3 દિવસ માટે યુનિવર્સિટીમાં આવી હતી. બુધવારે કુલપતિના નિવેદનો લીધા બાદ બીજા દિવસે તપાસ કમિટીએ ફરીયાદી ગૌરાંગ વૈદ્ય અને કલ્પેશ રાવલ સાથે પાંચ કલાકની મેરેથોન બેઠક યોજી હતી. તેમાં સેનેટ સભ્યોએ 550 પાનાના ડોકયુમેન્ટ ઉપરાંત 23 પાનાના પુરાવા રજુ કર્યા હતા. શુક્રવારે તપાસ કમિટી દ્વારા અધિકારીઓના નિવેદન લીધા હતા. ફરિયાદીએ રજૂ કરેલા પુરાવાની ચકાસ્યા હતા. અધિકારીઓ, સેનેટ સભ્યોના નિવેદનો પુરાવા તેમજ કુલપતિના જવાબો સાંભળયા બાદ તપાસ કમિટી પોતાના તારણો રજુ કરશે અને રીપોર્ટ તૈયાર કરી રાજ્યપાલને સબમીટ થશે. ગુરૂવારે કુલપતિની કેબીનમાં કુલપતિ, શિક્ષણમંત્રી અને તપાસ કમિટીની બેઠક યોજાઇ હતી. પરીણામે સમગ્ર તપાસમાં કંઇક રંધાઇ રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો