તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સચીન કો-ઓ.સોસાયટીની મળેલી AGM તોફાની બની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેટલાંક કારોબારીઓને ખુલાસો યોગ્ય લાગતાં તેમણે સભાનો બહિષ્કાર કર્યો હતો

બિઝનેસ રિપોર્ટર | સુરત

સચિનકો-ઓપરેટીવ સોસાયટીની શુક્રવારે મળેલી 26મી એન્યુલ જનરલ મિટીંગ તોફાની બની હતી. ઉપપ્રમુખને પદ પર કાયમ રાખવા સમેત કારોબારીઓ દ્વારા માંગવામાં આવેલા 35 જેટલા ખુલાસાને લઇને સંર્ઘષ થયો હતો. જેને પગલે રોષે ભરાયેલા કારોબારીઓએ એજીએમનો બહિષ્કાર કર્યો હતો.

વાર્ષિક હિસાબો તેમજ ચૂંટણી જેવા મુદ્દાની સાથે સચીન કો-ઓપરેટીવ કારોબારીઓ દ્વારા 35 જેટલા વિવિધ મુદ્દે ખુલાસો આપવાનો એજન્ડા શુક્રવારે મળેલી એજીએમ માટે નક્કી કરાયો હતો. જેમાં વાર્ષિક અહેવાલમાં દર્શાવવામાં આવેલા સ્ટ્રીટ લાઇટ, અંડરગ્રાઉન્ડ કેબલીંગ, સીસીટીવી કેમેરા,સેનીટેશન ડ્રેનેજ લાઇન વગેરે અંગે ફોટા સાથે છાપવામાં આવ્યા હતા. પરંતું તે દિશામાં યોગ્ય કામગીરી થઇ હોવાનું જણાવી તે અંગે તેમજ પાણીચોરી કૌભાંડમાં સોસાયટી ઉપપ્રમુખ મિતુલ મહેતા અંગે પંચનામાંમાં સાબિતી છતાં તેમને હોદ્દા પર ચાલુ રાખવા પાછળના કારણ તથા ઇન્ફ્રાકસ્ટ્કચર કામગીરી મુદ્દે ખુલાસો માંગવામાં આવ્યો હતો.

મળેલી બેઠકમાંથી સચીન કો-ઓ સોસા.ના ઉપપ્રમુખ મિતુલ મહેતાએ છટકવાનો પ્રયાસ કરતાં કારોબારીઓએ તેમનો ઘેરો કર્યો હતો. જેને પગલે વાતાવરણ ગરમાયું હતું. જેને પગલે કેટલાંક કારોબારીઓને ખુલાસો યોગ્ય લાગતાં તેમણે સભાનો બહિષ્કાર કર્યો હતો.

ઉપરાંત સચીન કો-ઓપરેટીવ સોસા.ના પ્રમુખ મોહનબારી સાથે થયેલી વાતચીતમાં તેમણે 13મી સપ્ટેમ્બરે કારોબારીઓની બેઠક બોલાવી હોવાનું જણાવી ત્યારબાદ ઇલેક્શન કમિટી ચૂંટણીની તારીખ નક્કી કરશે તેમ જણાવતા અંદાજીત તારીખ આવતા મહિનાની 14 - 15 ઓક્ટોમ્બર જણાવી હતી.

મંગાયેલા 35 જેટલા ખુલાસાને લઈને ઘર્ષણ થયું

13મી સપ્ટેમ્બરે કારોબારીઓની બેઠક યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો