તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • મુખ્યમંત્રીની સૂચના બાદ તમામ 141 પાટીદારોને મુક્ત કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્યમંત્રીની સૂચના બાદ તમામ 141 પાટીદારોને મુક્ત કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | સુરત, કામરેજ, કોસંબા

શહેરનાઅબ્રામા પીપી સવાણી સ્કુલના ગ્રાઉન્ડ ખાતે ગુરુવારે રાખવામાં આવેલા પાટીદાર અભિવાદન સન્માન સમારોહમાં કાર્યક્રમનો વિરોધ કરવા ખુરશીઓ ઉછા‌ળીને હંગામો મચાવનારા યુવકોની પોલીસે અટકાયત કરી હતી. જો કે, શુક્રવારે તમામને મુખ્યમંત્રીની સૂચનાથી કોઈ ગુનો દાખલ કર્યા વિના 11 વાગે મુક્ત કરી દેવાયા હતા.

મળતી વિગતો અનુસાર, પાટીદાર અભિવાદન સમારોહ સમયે પોલીસે પુરતો બંદોબસ્ત રાખ્યો હતો પરંતુ ડોમમાં આમંત્રિત મહેમાનોમાં બેસેલા પાટીદાર યુવાનોએ અમિત શાહની અેન્ટ્રી સાથેજ સુત્રોચ્ચાર કરીને તથા ખુરશીઓ ઉછા‌ળીને વિરોધ કર્યો હતો. પાટીદાર યુવાનોના આવા અચાનક એક્શનથી પોલીસ એક્શનમાં આવી ગઇ અને વિરોધ કરનારા તમામને શોધી-શોધીને અટકાયતમાં લીધા હતા. કાર્યક્રમ પુર્ણ થયા બાદ પણ પોલીસે યુવાનોને અટકાયતમાં લીધા હતા. પોલીસે કુલ 141 યુવાનોને અટકાયતમાં લીધા હતા. તમામને પહેલા ઘલુડી પોલીસ હેડ ક્વાટર્સ અને ત્યાર બાદ જિલ્લાના કોસંબા, માંગરોળ, ઓલપાડ જેવા પોલીસ સ્ટેશનમાં વહેંચી લોકઅપમાં રાખવામાં આવ્યા હતાં.

એક પણ સભ્ય સામે કોઈ પ્રકારનો ગુનો નહીં નોંધાયો

અભિવાદન સમારોહના હોબાળામાં ડિટેઇન કરાયા હતા

પાટીદાર યુવકોને કોસંબા ખાતે લોકઅપમાં રાખ્યા હોવાથી સવારથી કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દોડી આવ્યા હતા. જ્યારે બપોરે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ તેમને મળવા કોસંબા પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા હતાં.

ભાજપ-કોંગ્રેસના નેતા કોસંબા દોડી ગયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો