તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોળાં વિરુદ્ધ રાયોટિંગનો ગુનો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અબ્રામાખાતે ગુરુવારે યોજાયેલા પાટીદાર અભિવાદન સન્માન સમારોહ દરમિયાન મોટા વરાછામાં લક્ઝરી બસ અને પોલીસ પર પથ્થરમારો કરવાના પ્રકરણમાં અમરોલી પોલીસે ટોળાં વિરુદ્ધ રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. દરમિયાન શૂટિંગ થતું હોવાથી પોલીસે કેમેરાના ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એચ.એસ. પુરાણીએ જણાવ્યું હતું કે કાર્યક્રમના સ્થળથી અડધો કિલોમીટર પહેલા સાંજે એક ટોળું આવ્યું હતું. તેમાં મહિલાઓ પણ હતી. તેઓ કાર્યક્રમનો વિરોધ કરે એવી સંભાવના હતી. દરમિયાન પોલીસે આંતરીને તપાસ કરતા ટોળું ઉશ્કેરાયું હતું અને તેમણે પથ્થરમારો કર્યો હતો. સમયે પોલીસે ટોળાને વિખેરવા પ્રયાસ કર્યો પરંતુ ટોળું વિખેરાયું હતું. તેના કારણે પોલીસે ટીયર ગેસ સેલ છોડવાની ફરજ પડી હતી. પોલીસે ટીયર ગેસના 4 સેલ છોડ્યા હતા. મધ રાત્રે અમરોલી પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગ,પથ્થરમારો અને સરકારી ફરજના રૂકાવટ અને ખાણગી બસને નુકસાન કરવાની ફરિયાદ દાખલ કરી હતી. જો કે, ગુનામાં કોઇની ધરપકડ કરાઇ નથી. ઘટના બની ત્યારે તેનું શુટિંગ થતું હોવાથી તેના ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

વીડિયો શૂટિંગના ફૂટેજ મેળવી હાથ ધરાયેલી તપાસ

કાર્યક્રમના સ્થળથી દૂર મહિલાઓ સહિતનાં ટોળાંની તપાસ દરમિયાન પથ્થરમારો થતાં ટીયરગેસ છોડવો પડ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો