તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • તબીબોની ચોથા દિવસે હડતાળનો અંત, તમામ માગણીઓનો સ્વીકાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબોની ચોથા દિવસે હડતાળનો અંત, તમામ માગણીઓનો સ્વીકાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચોથાદિવસમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડન્ટ તબીબોની હડતાલનો સુખદ અંત આવ્યો હતો. તમામ માંગણીઓ 15 દિવસમાં ઉકેલી આપવાની પાલિકા તંત્રએ બાંહેધરી આપી હતી. પોલીસે 22 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. હડતાલને પગલે સ્થિતિ હતી કે, સ્મીમેરના રેસિડન્ટો સાથે ટિચીંગ સ્ટાફે પણ હડતાલમાં જોડાઈ જતાં સ્મીમેર હોસ્પિટલ લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. સિવિલના રેસિડન્ટોએ પણ સમર્થન આપી હડતાલના મંડાણ કરતાં બંને હોસ્પિટલોની વ્યવસ્થા ખોરવાઈ જતાં દર્દીઓ ભગવાન ભરોસે મુકાઈ ગયાં હતાં. છેલ્લા બે દિવસમાં 400 થી વધુ દર્દીઓ અટવાતા પારાવાર પરેશાની ઉઠાવવાનો વખત આવ્યો હતો.

સિવિલથી કમિશનર કચેરી સુધી રેલી કાઢી આવેદન આપ્યું

રેસિડન્ટ આસિસ્ટન્ટ-એસોસિયેટ પ્રોફેસરની કમિટી ખામીઓનો સરવે કરશે

સ્મીમેરખાતે રેસીડેન્ટ, એસોસિયેટ-આસીસ્ટંટ પ્રોફેસરોની એક કમિટીની રચના કરવામાં આવશે. કમિટિ સ્મીમેરમાં જ્યાં પણ સિક્યુરિટીની જરૂર છે તે પોઈન્ટ જણાવશે. તેમજ જ્યાં જ્યાં ખામીઓ છે તેનો સરવે કરીને રિપોર્ટ આપશે. કમિટી માંગણી કરશે તે પ્રમાણે જરૂરી સુધારા-વધારાઓ કરાશે.

તબીબોનાઆંદોલનને રાજ્યની અન્ય કોલેજોએ પણ સમર્થન જાહેર કર્યું હતું

સ્મીમેરહોસ્પિટલમાં સાંજે મળેલી બેઠકમાં તમામ માંગણીઓનો ઉકેલ આવતા રેસીડેન્ટોએ હડતાલ સંકેલી લેવાનો આખરે નિર્ણય કર્યો હતો. અને સાંજે 7 વાગ્યાથી ફરજ પર જોતરાઈ દર્દીઓને તપાસવા માંડ્યા હતાં. તો સિવિલ ખાતે પણ હડતાલનો અંત આ‌વ્યો હતો. તેમના સમર્થનમાં રાજ્યની અન્ય કોલેજોએ પણ સમર્થન જાહેર કર્યું હતું.

વિવિધ માગણીઓ સાથે રેલી કાઢવાની થયેલી જાહેરાત મુજબ સ્મીમેરના રેસિડન્ટ તબીબો અને ઈન્ટર્ન તબીબો સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમની સાથે સિવિલના રેસિડન્ટ તબીબો પણ જોડાઈ જતાં સવારે 11.30 કલાકે રેલી કાઢવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલથી નીકળેલી રેલીએ કમિશનર કચેરી ખાતે પહોંચીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલીમાં 400થી વધુ રેસીડેન્ટ તબીબો તથા ઈન્ટર્ન તબીબો બેનર તેમજ પ્લે કાર્ડ સાથે જોડાયા હતાં.

કાર્યવાહી માટે 15 દિવસનો સમય અપાતાં સ્મીમેર-સિવિલના રેસિડન્ટ સાંજે સાત વાગ્યાથી દર્દીની સેવામાં જોતરાઈ ગયા

સ્મીમેર-સિવિલના રેસિડન્ટ તબીબોએ રેલી કાઢી રજૂઆત કરી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો