તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • બિલ્ડર, કોન્ટ્રાક્ટર, કોલસાના વેપારી અને કાપડ પેઢીએ 60 કરોડ કબૂલ્યા!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ્ડર, કોન્ટ્રાક્ટર, કોલસાના વેપારી અને કાપડ પેઢીએ 60 કરોડ કબૂલ્યા!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઇટીવિભાગને શુક્રવારે બિલ્ડર, કોન્ટ્રાકટર, કોલસાના વેપારી અને બે ટેક્સટાઇલ ટ્રેડર્સને ત્યાં તપાસ દરમિયાન 60 કરોડની બેનામી આવક મળી હતી.

સીઆઇટી-3 રજનીકાંત ગુપ્તાની આગેવાની હેઠળ રેન્જ-8 દ્વારા વરાછાના પીરા ગ્રુપના રિદ્ધિ-સિદ્ધિ નામનો પ્રોજેક્ટ હાથ ધરનારા બિલ્ડરને ત્યાંથી 22.20 કરોડની બેનામી આવક શોધી કાઢી હતી. બિલ્ડરે આવક આઇડીએસ હેઠળ જાહેર કરી હતી. બે દિવસ અગાઉ રેન્જ-4ના એડિશનલ કમિશનર તિર્કીની આગેવાનીમાં હાથ ધરાયેલાં સરવેમાં રિંગ રોડના સાગ ઇન્ફ્રા નામના એક કોન્ટ્રાક્ટરે રૂપિયા 10.25 કરોડ અને એસ.એન. ટ્રેડ લિન્ક નામક કોલસાના વેપારીને ત્યાંથી રૂપિયા 5.50 કરોડ જ્યારે રેન્જ-2ના એડિશનલ કમિશનર પાંડાની આગેવાની હેઠળ સુલતાન ટ્રેડિંગમાંથી 2 કરોડ અને અન્ય એક સાડીના વેપારીને ત્યાંથી રૂપિયા 9.6 કરોડની ચોપડે નહીં બતાવેલી આવક શોધી કાઢવામાં આવી હતી. રેન્જ-1ની યાર્નની પેઢી અંબાજી જીઓ ટેક્સ પ્રા.લિ. પર ધરાયેલાં સરવેમાં રૂપિયા 10 કરોડની બેનામી આવક મળી આવી હતી. જ્યારે ન્યૂ ટેક્સટાઇલ માર્કેટમાં મહાવીર ફેશન નામની કાપડની પેઢી પરનો સરવે મોડી સાંજ સુધી યથાવત્ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો