તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વેડ અને વરિયાવ વચ્ચેના બ્રિજની દરખાસ્ત રિફરબેક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેડ અને વરિયાવ વચ્ચેના બ્રિજની દરખાસ્ત રિફરબેક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

પાટીદારઅભિવાદન સમારોહ સાથે જોડાયેલા ઉધોગપતિઓની જમીનની કિંમત બમણી થાય તે પ્રમાણે વેડ વરિયાવ બ્રિજની જગ્યા પસંદ કરવામાં આવી હતી, પરંતુ ગુરુવારે પાટીદાર અભિવાદન સમારોહમાં જે રીતે હોબાળો થઈ ફિયાસ્કો થતાં બ્રિજને મંજૂરી આપવાને બદલે શુક્રવારે દરખાસ્તને રિફરબેક કરી દેવામાં આવી છે. અંગે સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઇએ જણાવ્યું હતું કે બ્રિજ બનાવવા માટે સ્થાયી સમિતિએ અગાઉ સ્થળ વિઝિટ કરી હતી, જેમાં લોકોનાં મકાન ઓછામાં ઓછાં તોડવા પડે તે પ્રમાણેની ડિઝાઇન તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાથી હવે નવેસરથી સ્થળ તપાસ કરીને વેડ-વરિયાવ બ્રિજને બનાવવા માટેનો નિર્ણય કરાશે. ઉપરાંત અગાઉ બ્રિજ બનાવવાના મુદ્દે ભાજપના પદાધિકારીઓમાં મતમતાંતર હતા. કારણ કે હાલમાં વરિયાવ તરફનો વિસ્તાર હજુ વિકસીત થયો નથી અને ત્યાં 100 કરોડની આસપાસના ખર્ચે હાલમાં બ્રિજ બનાવવાની કોઇ જરૂર રહેતી નથી, જેથી અગાઉ સ્થળ વિઝિટ કરવામાં આવી હતી. જ્યારે ગુરુવારે યોજાયેલો પાટીદાર અભિવાદન સમારોહ જો હોબાળા વિના પાર પડી ગયો હોત તો વેડ-વરિયાવ બ્રિજને મંજૂરી આપી દેવામાં આવી હોત તેવી પણ ચર્ચાઓ શરૂ થઇ હતી.

સરદાર બ્રિજ વાઇડનિંગમાં નડતરરૂપ જગ્યાનું ફરજિયાત સંપાદન

સરદારબ્રિજ વાઇડનિંગ કરવાની કામગીરી પુરજોશમાં ચાલતી હતી, પરંતુ પાલિકાને બે જગ્યાના કબજા નહીં મ‌ળતાં હાલમાં કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. માટે પાલિકાએ ફરજિયાત જમીન સંપાદન કરીને જગ્યા મેળવવાનો નિર્ણય કર્યો છે. જો કે, તે પહેલા પાલિકા જમીન માલિકો સાથે એક વખત વાટાઘાટ કરીને વચલો રસ્તો કાઢવા પ્રયાસ કરશે. તેમ છતાં કોઈ નિકાલ નહીં આવે તો ફરજિયાત સંપાદન કરવાનો નિર્ણય શુક્રવારની સ્થાયી સમિતિમાં કરાયો છે.

ચૌટાની જગ્યા રિઝર્વેશન મુક્ત કરાશે

ચૌટાબજારમાછલીપીઠવાળી 700 ચોરસ મીટર જગ્યા રિઝર્વેશનમાં મુકયા બાદ આજદિન સુધી જમીન સંપાદન અધિકારીની નિમણૂંક કરાઇ નથી. જ્યારે જે જગ્યા રિઝર્વેશનમાં છે તેની નજીકમાં મલ્ટિલેવલ પાર્કિંગ છે. હાલમાં જમીન સંપાદનનો કાયદો પણ બદલાયો છે. નવા ડીપીમાં પણ રિઝર્વેશન માટે અલગ પ્લોટ નક્કી કરાયો છે. ત્યારે માછલીપીઠવાળી જગ્યા પર પાર્કિંગ બનાવવાની શક્યતા રહેતી નહીં હોવાથી તેને રિઝર્વેશન મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે.

છેલ્લા કેટલાય સમયથી વરાછા વિસ્તારમાં રખડતાં ઢોરની સમસ્યાને કારણે સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરોએ અનેક વખત પાલિકામાં રજૂઆત કરી છે. ઉપરાંત અઠવા અને રાંદેર ઝોનમાં પણ રખડતાં ઢોરની સમસ્યાએ માથું ઉચક્યું છે, જેના લીધે અકસ્માતના બનાવોમાં પણ વધારો થઇ રહ્યો હોવાથી રખડતાં ઢોરની સમસ્યામાંથી કાયમી છૂટકારો મળે તે માટે નવી પોલિસી બનાવવા માટેના આદેશ સ્થાયી સમિતિએ આપ્યા છે. તેમાં એક વખત ઢોર પકડાયા બાદ તેના પર ટેગ લગાડી દેવામાં આવશે. ટેગ લગાડવામાં આવે તેની સાથે પાલિકા પાસે ઢોરના માલિક, રહેઠાંણનું સરનામું, મોબાઇલ નંબર સહિતની જાણકારી પાલિકા પાસે હોવી જોઇએ, જેથી ઢોર બીજી વખત પકડાય તો તેની પાસે વધુ દંડ લઇ શકાય. જ્યારે ઢોર ચાર વખત પકડાય તો તેને માલિકને સોંપવાને બદલે સીધું પાંજરાપોળમાં મોકલી દેવા આદેશ કરવામાં આવ્યા છે.

રખડતા ઢોર માટે નવી પોલિસી તૈયાર થશે

લોકોને ઓછું નુકસાન થાય તે પ્રમાણે નવેસરથી બ્રિજની જગ્યા નક્કી કરવા રિફરબેક કરાઈ હોવાનો તર્ક રજૂ થયો

પ્રત્યાઘાત| પાટીદાર અભિવાદન સમારોહની સાઇડ ઇફેક્ટ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો