તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા નિવારણ દિવસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
10સપ્ટેમ્બર આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઓળખાય છે. માનસિક સમસ્યાના નિરાકરણ માટે સુરત ગ્રામ્ય પોલીસ અને અને વાન્દ્રેવાલા ફાઉન્ડેશન દ્વારા 10 ઓકટોબર 2013ના રોજ ‘જીવન આસ્થા’નામની હેલ્પ લાઇન સેવા શરૂ થઈ હતી. છેલ્લા ત્રણ વર્ષમાં જીવન આસ્થા હેલ્પલાઇન નંબર પર 33 હજારથી વધુ કોલ્સ આવ્યા છે. તેમાં 183 જેટલા આપઘાત કરવા સંબંધી બનાવના કોલ જીવન આસ્થા હેલ્પલાઇન તરફથી હેન્ડલ કરાયા છે. હેલ્પલાઇન દ્વારા માનસિક રીતે પડી ભાંગેલા લોકાનું કાઉન્સલિગ કર્યુ છે પછી ભલે તે કેદારનાથની દુર્ઘટના હોય કે પછી ધો.12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો ડર હોય તમામ સંજોગોમાં જીવન આસ્થાના કાઉન્સલરોએ છેલ્લા ત્રણ વર્ષમાં હજારો જીંદગીને બચાવી નવી રાહ ચીંધી છે.

હેલ્પલાઇન નંબર

1800 266 2345, 0261 6554050-60-70-80

(2016ના આંકડા સપ્ટેમ્બર સુધીમાં)

જીવન આસ્થાને આવેલા કોલ્સ

પરિવારનો પ્રેમ મળતા યુવતી રવાડે ચઢી

કોટ વિસ્તારની એક છોકરીને સોશીયલ મીડીયાનો શોખ એટલી હદ વટાવી ગયો હતો કે તે ઘરમાં ચોરી કરી નેટ પેક કરાવી સોશ્યલ મીડીયામાં નવા નવા મિત્રો બનાવા લાગી અને કયારેક તો ફેસબુક મિત્રોને ઘરે પણ બોલાવી લેતી હતી. તેની અસામાન્ય હરકતોથી જ્યારે પરિવારે તેને ધુત્કારવાનું શરૂ કર્યું તો કિશોરીએ આપઘાત સુધીના વીચાર શરૂ કર્યાં. શાળાના આચાર્યએ જીવન આસ્થા હેલ્પ લાઇનને મદદ માટે કોલ કર્યો. તેના માતાપિતાને કાઉન્સિલગ માટે બોલાવાયા ત્યારે જાણવા મળ્યું કે પરીવારમાંથી પ્રેમ મળતો હોઇ તેને ફેસબુક ફ્રેન્ડ બનાવવાની આદત પડી ગઇ હતી. આખરે જીવન આસ્થાના કાઉન્સલરોએ પરીવારની મુલાકાત લઇ માતાપિતાને અને છોકરીને સમજાવી એક સ્વસ્થ જીવન બક્ષ્યું.

કોલ્સ

એક કોલ જે જિંદગી બચાવી ચીંધે છે નવી રાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો