તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટીદારોએ મોદી પાસે સમય માગ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | વડાપ્રધાનનરેન્દ્ર મોદીની નવસારી ખાતેની સભામાં પાટીદારો સુરતનું પુનરાવર્તન કરવાના પ્રયત્નમાં હોવાની વકી છે. દલિત, ઓબીસી આંદોલન સાથે જોડાયેલા આદિવાસી સંગઠનો લીમખેડા ખાતે દેખાવો કરે તેમ સૂત્રોનું કહેવું છે. હાર્દિક પટેલે પોતાના વોટ્સએપ ગ્રૂપમાં જણાવ્યું છે કે સુરતની જેમ રાહ જુઓ. રાજકોટના ‘પાસ’ના કન્વીનર હેમાંગ પટેલના નામે સોશિયલ મીડિયામાં કહેવાયું છે કે ‘ચાલો મોદીજીના જન્મ દિવસની ઉજવણીમાં, પાટીદાર સમાજ પર જનરલ ડાયરે કરેલા અત્યાચારનો હિસાબ માંગવા રાતવાસો જેલમાં કરીશું.’ નવસારી ‘પાસ’ કન્વીનરે કલેક્ટરને પત્ર લખીને માંગ કરી છે કે વડાપ્રધાન પોતાના મનની વાત તો કરે છે આંદોલનને લઈને પાટીદારોને પોતાના મનની વાત વડાપ્રધાન મોદીને કરવી છે. માટે મુલાકાતનો સમય માગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...