• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શહેરમાં દારૂ મળતાં અકસ્માત, મારામારીના ફક્ત 25 કેસ નોંધાયા

શહેરમાં દારૂ મળતાં અકસ્માત, મારામારીના ફક્ત 25 કેસ નોંધાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંછેલ્લા કેટલાક સમયથી લઠ્ઠાકાંડને કારણે પોલીસ એક્શનમાં આવી ગઈ હોય એવું 108ના આંકડાઓ પરથી લાગી રહ્યું છે. દર વર્ષે ગણેશ વિસર્જનમાં ખૂલ્લે આમ દેશી દારૂની રેલમછેલ થતી હતી, જેને કારણે મારા-મારી, અકસ્માત કે પડી જવાના બનાવો વધુ નોંધાતા હતા. જો કે વર્ષે લઠ્ઠાકાંડને પગલે પોલીસે શહેરમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર કડક વોચ રાખી હતી, જેને કારણે વિસર્જનમાં દેશી દારૂ મળતાં મારા-મારી, અકસ્માત અને પડી જવાના ફક્ત 20 બનાવ નોંધાયા છે. અલબત્ત, એમાં લોકજાગૃતિનો પણ એટલો ફાળો છે એમ કહી શકાય. ઉપરાંત ફાયર બ્રિગેડમાં ડૂબી જવાનો એકપણ કોલ નોંધાયો નથી.

વિસર્જનમાં નોંધાયેલા કેસ

તારીખ કેસ

08-09-201470

27-09-2015 50

15-09-2016 25

જુદા-જુદા બનાવમાં બે બુટલેગરોએ ચપ્પુથી હુમલો કર્યો

ડિંડોલીજય રણછોડ નગરમાં રહેતો રાહુલ ગોસાઈ સવારે પોતાના ઘર પાસે મંડપ છોડવાનું કામ કરતો હતો ત્યારે અંબા નામના બુટલેગર સાથે ઝઘડો થતાં અંબાએ રાહુલને ચપ્પુ માર્યું હતું. બીજા બનાવમાં લિંબાયત રત્નપ્રભા સોસા.માં રહેતો સંજીવ બેસાણે બુધવારે રાત્રે ગણેશ મંડપમાં મિત્રો સાથે નાચવામાં સંજીવથી ભૂલમાં બાબુ નામના બુટલેગરને ધક્કો લાગી જતાં ઝઘડો થયો હતો. ગુરૂવારે સંજીવ વિસર્જનમાં જતી વેળાએ બાબુએ સંજીવને છાતીમાં ચપ્પુ મારી દીધું હતું. સંજીવ અને રાહુલને સિવિલ ખાતે ખસેડ્યા હતા.

બે સ્થળે ટેમ્પો પલટ્યા, વરસાદમાં બાઈક સ્લિપ

પાંડેસરારહેતી કામીની બિહારી, દિયા સીંગ, પૂજા બિહારી, સંગીતા બિહારી, સુસાત શર્મા, જીત સહિતના 10 પાડોશીઓ સવારે ગણેજીની પ્રતિમા લઈ ટેમ્પામાં ઉભરાટ દરિયા કિનારે જતા હતા. સચિન જીઆઈડીસી પાસે ટ્રક સાથે ભટકાતાં ટેમ્પો પલટી ગયો હતો, જેમાં તમામને ઈજા પહોચતાં સિવિલમાં ખસેડાયા હતા. પ્રતિમા ખંડિત થઈ જતાં ભેસ્તાન તળાવમાં વિસર્જન કરાય હતી. ડિડોલી અાસપાસ નગરમાં રહેતો લલીત પાટીલ સોસાયટીના 10 પાડોશી સાથે ટેમ્પોમાં વિસર્જન કરવા જતી વખતે સણીયા ગામે ગાડી પલટી જતાં લલીતને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બાકીનાને નાની મોટી ઈજા પહોંચી હતી. ડિંડોલી રાજદીપ સોસાયટીમાં રહેતો પિયુષ રાણા અને વિજય રાણા મોપેડ પર વિસર્જન જોવા જતી વખતે વરસાદમાં મોપેડ સ્લિપ થઈ જતાં ઈજા થતાં સિવિલમાં ખસેડાયો હતો.

યાત્રા જોવામાં મશગૂલ બાળક-યુવક પટકાયાં

કડોદરા શાંતિનગરમાં રહેતો રાહુલ મહંતો(12) બપોરે ધાબા પરથી વિસર્જન જોતો હતો ત્યારે નીચે પટકાઈ જતાં માથામાં ગંભીર ઈજા પહોંચતા તેને સ્મીમેરમાં દાખલ કરાયો હતો. ઉધના પટેલનગરમાં રહેતો રાહુલ (22) મિત્રો સાથે ગણેજીની પ્રતિમા લઈ ટેમ્પોમાં ઉમરા ઓવારે જઈ રહ્યો હતો ત્યારે કોઈનો ધક્કો લાગતાં તે નીચે પટકાયો હતો. તેને માથામાં ગંભીર ઈજા પહોચતાં નવી સિવિલ ખાતે દાખલ કરાયો હતો.

દર વર્ષે ગણેશ વિસર્જનમાં ખુલ્લેઆમ દેશી દારૂની રેલમછેલ થતી હતી, જેને કારણે મારામારી, અકસ્માત કે પડી જવાના બનાવો વધુ નોંધાતા હતા

લઠ્ઠાકાંડ મામલે શહેરમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર વોચ રાખવામાં આવી

અન્ય સમાચારો પણ છે...