તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીના પાઉચના નામે દારૂની પોટલીઓ વેચાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરવખતે કાંઠા વિસ્તારના ડુમસ અને મગદલ્લા ઓવારાઓની આજુબાજુ દારૂની રેલમછેલ જેવા મળતી હોય છે. લઠ્ઠાકાંડથી મોતની ઘટના બની હોવાથી પોલીસે કડક વલણ અપનાવ્યું છતાં એકલ દોકલ બુટલેગરો દારૂનું વેચાણ કરતા નજરે પડ્યા હતા. છેલ્લા એકાદ મહિનાથી શહેર અને જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને કારણે સંખ્યાબંધ લોકો મોતને ભેટ્યા હતા. જેને લઈને પોલીસ અધિકારીથી લઈને પોલીસ ઓફિસર-પોલીસ કોન્સ્ટેબલોની બદલી કરાય હતી, ઘટના લઈને શહેરભરની પોલીસે દારૂના અડ્ડાઓ બંધ કરાવી દીધા હતા. છત્તાં કાઠાં વિસ્તારોમાં મગદલ્લા -ડુમસ ઓવારાથી 25 મીટરના અંતરે દારૂની પોટલીઓ મહિલાઓ દ્વારા વેચાણ કરાતું હતું. મહિલાઓ પોલીસને ખબર નહિ પડે તે રીતે થેલી ઉપર પાણીના પાઉચ મૂકી નીચે પોટલી રાખીને વેચાણ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...