નારાયણ કોર્ટમાં હાજર રહી શક્યો નહીં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુષ્કર્મનાકેસમાં સુરત કોર્ટમાં આજ રોજ નારાયણને હાજર રહેવાનું હતું. પરંતુ તે હાલમાં શરતી જામીન પર મુક્ત થવાના કારણે હાજર રહી શક્યો નહતો.

દુષ્કર્મના કેસમાં સુરત પોલીસના હાથે ઝડપાયેલા નારાયણને પણ આજે કોર્ટમાં હાજર થવાનું હતું. જોકે તે પહેલાથી તેની માતાના ઓપરેશન માટે ત્રણ અઠવાડિયાના શરતી જામીન પર છે. તે હાલમાં અમદાવાદમાંં છે અને તેની જામીનની શરતમાં એક એવી શરત છે કે અમદાવાદ નહીં છોડવાનું . એટલે માતાના ઓપરેશન માટે નારાયણ સાંઇને તેની માતા પાસે રહેવું જરુરી છે અને કોર્ટની શરત હોવાના કારણે નારાયણ સાંઇ કોર્ટમાં હાજર નહીં રહી શક્યો હતો. હવે નારાયણને 9 જુનના રોજ કોર્ટમાં હાજર રહેવાનું છે. જોકે, માતા લક્ષ્મીદેવીના ગરદન અને મણકાની સારવાર માટે ગુરૂવારે નારાયણ અમદાવાદની હોસ્પિટલમાં હાજર રહ્યો હતો

અન્ય સમાચારો પણ છે...