• Gujarati News
  • ભેજનું પ્રમાણ 73 ટકા ઉપર પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ

ભેજનું પ્રમાણ 73 ટકા ઉપર પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સુરતદરિયા કિનારાની નજીક હોવાથી ભેજને કારણે બફારો અને ઉકળાટ વધારે રહે છે. ગુરૂવારે પણ ભેજનું પ્રમાણ 73 ટકા ઉપર પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઇ ગયાં હતાં.

છેલ્લા એક સપ્તાહથી સુરત શહેરમાં ભેજનું પ્રમાણ સતત 65 ટકાની ઉપર રહ્યું છે.ગઇકાલ કરતા આજે મહત્તમ તાપમાનમાં અંશત: વધારો થયો હતો.બુધવારે મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી હતું તે ગુરૂવારે વધીને 34.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સયસ નોંધાયું હતું.હવામાં ભેજનું પ્રમાણ ગઇકાર કરતા ટકા વધીને 73 ટકા થયું હતું જ્યારે દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનોની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી.