CMO અચાનક વતન ગયા અને RMOઅે નોટિસ આપી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલહોસ્પિટલમાં આરએમઓ ડો.તિવારીએ નોટિસ ફટકારીને સીએમઓ ડો.સી.એસ.શર્માને લેખિતમાં જાણ કર્યા વગર સીએલ મુકવાના મામલે બે દિવસમાં ખુલાસો માંગ્યો છે. એટલું નહીં બુધવારે ફરજ પર કેમ હાજર નહીં થયા તે અંગે પણ જવાબ મંગાતા વિવાદ ગરમાયો હતો. ડો.શર્માના કહેવા મુજબ માતાની તબિયત ખરાબ થતાં તેમણે વતન જવું પડે તેમ હોવાથી એસએમએસ દ્વારા જાણ કરી હતી. બુધવારે તેઓ ફરજ પર હાજર થયા હતાં પરંતુ સિવિલના કેસ માટે કોર્ટમાં જવું પડ્યું હતું એમ છતાં નોટીસ આપી માનસિક ત્રાસ અપાઈ રહ્યાનો રોષ ઠાલવતાં સિવિલ તંત્રમાં ચર્ચાઓ ઉભી થઈ છે.

સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ ટ્રોમા સેન્ટરમાં સીએમઓ તરીકે ફરજ બજાવતા ડો.સી.એસ.શર્માને ગુરુવારે આરએમઓ ડો.રોમેશ તિવારીએ નોટીસ ફટકારી હતી. નોટીશમાં જણાવાયું હતું કે, અઠવાડિયાની રજા પર જતાં પહેલા કોઈ પણ લેખિત જાણ કરવામાં આવી નથી. તો બાબતે બે દિવસમાં ખુલાસો રજુ કરવો તેમજ બુધવારે હાજર થવાના હોવા છતાં કેમ ફરજ પર આવ્યાં નહીં તે અંગે પણ જવાબ રજુ કરવો. અંગેની નોટીસ મળતા સીએમઓ ડો.શર્મા સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, વતનમાં માતાની તબિયત ખરાબ હોવાથી તાત્કાલીક વતન પહોંચવાનો કોલ આવ્યો હતો. વતન જવું પડે તેમ હોવાથી તેમણે આરએસઓને એસએમએસ દ્વારા જાણ કરી હતી. બાબતે તેમણે એક સાથી સીએમઓને પણ મેસેજ કરી જાણ કરી હતી.

વતનથી પરત ફર્યા બાદ ગત બુધવારે ફરજ પર હાજર થવા અંગે સુપ્રિટેન્ડન્ટના પીએને અરજી કરી ડો. શર્માએ રિસિવ કોપી પણ લીધી હતી. ફરજ પર હાજર થયા બાદ સિવિલ હોસ્પિટલના કામ માટે તેમણે કોર્ટ જવું પડ્યું હતું. બાબતની આરએમઓને જાણકારી હોવા છતાં નોટીસ આપીને તેઓ સીએમઓનુ મોરલ ડાઉન કરી રહ્યાં હોવાની ચર્ચાઓ હોસ્પિટલ તંત્રમાં જોવા મળી રહી છે.

ડો.શર્મા ખુરશી પરથી પડતા વિવાદ થયો હતો

સિવિલહોસ્પિટલનીકથળી ગયેલી વ્યવસ્થાના પગલે ટ્રોમા સેન્ટરમાં ફરજ બજાવતા સીએમઓએ ઘણુ સહન કરવાનો વખત આવી રહ્યો છે. તાજેતરમાં સીએમઓ ડો.શર્મા ખુરશી પરથી પડી જતાં તેમણે એમએલસી કેસ નોંધાવ્યો હતો. અને ખાડે ગયેલા તંત્રને ભાંડી સમુળગી વ્યવસ્થા પડી ભાંગી હોવાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે ફર્નિચરથી લઈ એરકંડીશન સહીતની સુવિધાઓ સીએમઓ ચેમ્બરમાં ઉભી કરવા માંગણી કરી હતી. ભંગાર ખુરશી પરથી પડવાનો તે અગાઉ સીએમઓ ડો.નિશા ચંદ્રાએ પણ કડવો અનુભવ થયો હતો.

વધુ એક વિવાદ

અન્ય સમાચારો પણ છે...