• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ટ્રેનો મારફત સુરતમાં ઠલવાતા દારૂથી ડીઆરએમ અકળાઇ ઉઠ્યા

ટ્રેનો મારફત સુરતમાં ઠલવાતા દારૂથી ડીઆરએમ અકળાઇ ઉઠ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર . સુરત

પશ્ચિમરેલવેના મુંબઇ ડિવિઝનના ડીઆરએમ પણ જુદી જુદી ટ્રેન મારફત સુરતમાં ઠલવાતા દારૂથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શુક્રવારે સુરત સ્ટેશને વિવિધ સુવિધાઓની શરૂઆત કરવા આવેલા ડીઆરએમએ પત્રકારો સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સુરત વિસ્તારમાં ટ્રેનો મારફત દારૂની મોટાપાયે હેરાફેરી થાય છે. આરપીએફ આવા તત્વોને પકડે તો છે પરંતુ તેમના વિરુદ્ધ ઠોસ કામગીરી કરવાની ખરી જવાબદારી જીઆરપીની છે.

ડીઆરએમએ સુરત સ્ટેશને પ્લેટ ફોર્મ નંબર 2 અને 3ને ઊંચું કરવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ પાણીની ત્રણ પરબનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. સુરત સ્ટેશન પર 43 એચડી કેમેરા ઇન્સ્ટોલ કરાયા છે, જેમને પણ શુક્રવારથી શરૂ કરાવ્યા હતા. ઉપરાંત સ્ટેશન પર સાંસદોએ ફાળવેલી ગ્રાન્ટમાંથી ખરીદેલા બાકડા પણ મુકવામાં આ‌વ્યા હતા. તમામ સુવિધાઓના લોકાર્પણ માટે મુંબઇથી ખાસ સુરત આવેલા ડીઆરએમ શૈલેન્દ્રકુમારે સુરતના ડેવલપમેન્ટથી લઇને ભવિષ્યની સુવિધાઓ વિશે વિવિધ વાતો કરી હતી. દરમિયાન તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે સુરતમાં ટ્રેનો મારફતે દારૂની મોટાપાયે હેરાફેરી થાય છે. મુંબઇ, ભીલાડ, વાપી, વલસાડ વગેરે સ્થળેથી ટ્રેનોમાં દારૂ ચઢાવી સુરતમાં ભેસ્તાન, ઉધના અને સુરત સ્ટેશનની આસપાસ ચેઇન પુલિંગ કરીને દારૂને ઠાલવી દેવાય છે. એક ગેરકાયદે કામગીરી તો છે ઉપરાંત તેના કારણે ટ્રેનો પણ મોડી પડે છે અને પ્રવાસીઓ હેરાન થાય છે. ટ્રેનોમાં દારૂની હેરાફેરી માટે રેલવે તંત્ર પ્રયાસ કરે છે, પરંતુ સફળતા મળતી નથી. ટ્રેનોમાં દારૂ સાથે કોઇ પકડાય તો તેને આરપીએફ જીઆરપીને સોંપી દે છે. આરપીએફ પાસે કાયદેસરની કાર્યવાહી કરવાની કોઈ સત્તા નથી.

સુરત સ્ટેશને નવી સુવિધાઓ મળશે

પ્લેટફોર્મનંબર 2 અને 3 પર એસ્કેટલર, સફાઇ માટેનાં સાધનો. ઉપરાંત એસએમસી સાથે વાટાઘાટો પણ ચાલે છે, જે અંતિમ તબક્કામાં છે. ત્યાર બાદ મહાપાલિકા સફાઇ કામગીરી કરશે. સ્ટેશનનું રિડેવલપમેન્ટ કરવાની દિશામાં રેલવે તંત્ર આગળ વધી રહ્યું છે. આઇઆરએસડીસી સારું કામ કરી રહ્યું છે.

આરપીએફકોન્સ્ટેબલો વિરુદ્ધ પગલાં લેવાશે

મંગળવારેડીઆરએમનેમાહિતી મળી કે સુરત સ્ટેશન પર આરપીએફના જવાનો પ્રવાસીઓ પાસેથી નાણાં ઉસેટે છે, જેના આધારે ડીઆરએમે મુંબઇથી ખાસ ટીમ તપાસ માટે મોકલી હતી, જેમાં 5 કોન્સ્ટેબલ પ્રવાસીઓ પાસેથી નાણાં ઉસેટતા રંગેહાથ ઝડપાયા હતા. ડીઆરએમે જણાવ્યું હતું કે પુરતી તપાસ કરીને પાંચેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાશે.

સુરત આવેલા ડીઆરએમ શૈલેન્દ્રકુમારે સુરતના ડેવલપમેન્ટથી લઇને ભવિષ્યની સુવિધાઓ વિશે વિવિધ વાતો કરી હતી. શહેર અને જિલ્લાના સાંસદ તેમજ ધારાસભ્યોએ વિસ્તારના પ્રશ્નો અંગે તેમને રજૂઆતો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...