• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દિલ્હીગેટ ઓવરબ્રિજને નડતર રૂપ સાહિલ ગેસ્ટ હાઉસને દૂર કરાશે

દિલ્હીગેટ ઓવરબ્રિજને નડતર રૂપ સાહિલ ગેસ્ટ હાઉસને દૂર કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આર્ટ પર્ફોમીંગ સેન્ટરને ભાડે આપવાનો દર નક્કી નહીં કરાયો

ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર.સુરત

દિલ્હીગેટફલાયઓવર બ્રિજને નડતરરૂપ સાહિલ ગેસ્ટ હાઉસવાળીને મિલકતને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે પાલમાં તૈયાર થનાર આર્ટ પર્ફોમીંગ સેન્ટરને ભાડે આપવા માટેનો દર નક્કી કરવાની સત્તા સ્થાયી સમિતિના ચેરમેનને આપવામાં આવી છે. જેથી આગામી એક સપ્તાહમાં તેનો દર નક્કી કરાશે.

દિલ્હીગેટ ફલાયઓવર બ્રિજના નીચેના ભાગે ઉનાપાણી રોડ પર આવેલી સાહિલ ગેસ્ટ હાઉસવાળી મિલકતને કારણે રસ્તા પર વળાંક લેવો પડતો હોય છે. જેથી ભવિષ્યમાં મિલકતને કારણે અકસ્માત થવાની પણ શકયતા રહેલી હોવાના કારણે સાહિલ ગેસ્ટ હાઉસવાળી મિલકતને દુર કરવાનો નિર્ણય કરાયો છે.

પાલમાં તૈયાર કરવામાં આવી રહેલા આર્ટ પર્ફોમીંગ સેન્ટરને આગામી બેથી ત્રણ મહિનામાં ખુલ્લુ મુકાય તે પહેલા તેને ભાડે આપવા માટેનો દર નક્કી કરવા માટેની મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજુ કરવામાં આવી હતી.પરંતુ તેનો નિર્ણય કરતા પહેલા અન્ય શહેરોમાં આવેલા આર્ટ પર્ફોમીંગ સેન્ટરનો ભાડાનો દર જાણીને તે પ્રમાણે નક્કી કરવામાં આવશે. જેના લીધે આર્ટ પર્ફોમીંગ સેન્ટરનો ભાડાનો દર નક્કી કરવાની સત્તા સ્થાયી સમિતિના ચેરમેનેને આપવામાં આવી છે. તેઓ દ્વારા અન્ય શહેરોમાં આવેલા આર્ટ પર્ફોમીંગ સેન્ટરનો ભાડાનો દર નક્કી કરીને કેટલુ ભાડું વસુલવુ તેનો નિર્ણય કરશે. પાલમાં તૈયાર થઈ ચૂકેલા પર્ફોમિંગ સેન્ટર શહેરના સ્ટેજ કલાકારો માટે ખૂબ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. મુંબઈ બાદ અગાઉ સૌથી વધુ ધમધમતુ પર્ફોમિંગ આર્ટ છેલ્લા કેટલાક વખતથી જાણે સુષુપ્ત અવસ્થામાં મુકાઇ ગયું છે.

સ્થાયી સમિતિનો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...