તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોલો, 20 દિવસ અગાઉ બનાવેલા રસ્તા બેસી ગયા!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની પાસે ધરતીકુંજ ફાર્મ હાઉસ પાસે પાલિકાએ થોડા સમય પહેલા ગટર લાઇન નાખ્યા બાદ તેના ઉપરના ભાગે નવો રસ્તો બનાવ્યો હતો. પ્રમાણે અઠવાલાઇન્સ જલદર્શન પાસે નવો રસ્તો બનાવ્યો હતો. રીતે મહાપાલિકાના તમામ ઝોનમાં ગટર લાઇનની કામગીરી કરાયા બાદ નવા રસ્તા બનાવવાની કામગીરી 15થી 20 દિવસ પહેલા કરવામાં આવી હતી. આવા તમામ રસ્તા એક વરસાદમાં બેસી જતાં કોન્ટ્રાકટરો કામગીરીમાં રીતસર વેઠ ઉતારતા હોવાની હકીકતો બહાર આવી છે. ગટર લાઇન કે સ્ટ્રોમ ડ્રેનેજ નાખ્યા બાદ તેમાં ક્યોરિંગ એટલે કે યોગ્ય રીતે માટી પુરાણ કરી પાણી પીવડાવવામાં નહીં આવ્યું હોવાથી મોટાભાગના રસ્તા અને તેમાં પણ ખાસ કરીને જે જગ્યા પર ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજ નાખી હોય તેવા તમામ રસ્તા બેસી ગયા છે.

જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરતા અધિકારીઓ

મહાપાલિકાનીસ્થાયી સમિતિએ નવો રસ્તો બનાવતા સુપરવાઇઝરે દેખરેખ રાખવાના આદેશ કર્યા છે. સાથે સૂચના આપી હતી કે કામગીરીમાં લાલિયાવાડી જણાશે તો સુપરવાઇઝરની જવાબદારી બનશે, પરંતુ આવા આદેશ કાગળ પર રહી જતાં હોવાનું વધુ એક પ્રૂફ મળ્યું છે. કોઇ વ્યક્તિ રસ્તાની કામગીરી યોગ્ય થતી હોવાની ફરિયાદ કરે તો ઉચ્ચ અધિકારી તેનો યોગ્ય જવાબ આપવાને બદલે રસ્તામાં કોઇ સમસ્યા આવશે તો કોન્ટ્રાક્ટર ભોગવશે તેવો ઉડાઉ જવાબ પણ આપી દેતા હોય છે.

ડ્રેનેજ-સ્ટોર્મ ડ્રેનેજ લાઇન નાખ્યા બાદ માટી પુરાણ કરવામાં રીતસરની વેઠ ઉતારાતાં પૈસાનું પાણી

પહેલા વરસાદમાં કોન્ટ્રાક્ટરની પોલ ખૂલી ગઈ

અન્ય સમાચારો પણ છે...