તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શૈશવને બચાવવું હશે તો સંસ્કારોનું પ્રદાન કરવું પડશે: પં.પદ્મદર્શનજી

શૈશવને બચાવવું હશે તો સંસ્કારોનું પ્રદાન કરવું પડશે: પં.પદ્મદર્શનજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લંબેહનુમાન રોડ સ્થિત વિક્રમનગરની વાડીમાં શ્રી અનુકંપા જૈન મિત્ર મંડળ આયોજિત શ્રી જિનગુણ સંસ્કાર વાટીકાનું અનોખું ઉદ્ધાટન આચાર્ય રશ્મિરત્ન સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શનજી આદી મુનિવરોની પાવન નિશ્રામાં ભારે હર્ષોલ્લાસપૂર્વક થયું હતું. પુનિત પળે મોટી સંખ્યામાં સમગ્ર વરાછા વિસ્તારમાંથી જૈનોનું ઘોડાપુર ઊમટ્યું હતું. સંસ્કાર વાટીકાનું દીપ પ્રાગટ્ય શ્રીસંઘના મહાનુભવોએ કર્યું હતું. સુરતના કર્મઠ યુવાકાર્યકર સીએ નિકુંજ શાહે પણ પ્રસંગે ખાસ પધારીને સંસ્કાર વાટીકાને લગતી માહિતી આપીને સૌને પ્રભાવિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અશોકભાઇ વડાલાએ કર્યું હતું. શ્રી અનુકંપા જૈન મિત્ર મંડ‌ળની વિશિષ્ટ પ્રવૃત્તિઓથી પ્રભાવિત બનીને દાનવીરોએ દાનની ઝોળી છલકાવી દીધી હતી. અનુકંપા જૈન યુવક મંડળના મુખ્ય સૂત્રધાર સની વડાલાનું અભિવાદન કરાયુમ હતું.

પ્રસંગે પૂજ્ય આચાર્ય રશ્મિરત્ન સૂરિશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, આજે સંસ્કાર પ્રધાનશૈલી નષ્ટ થવા લાગી છે અને સંપત્તિપ્રધાનશૈલી ઉદ્દભવી છે.આપણે ધનપ્રધાન નહીં પણ જ્ઞાનપ્રધાન બનવાનું છે. શિક્ષણ સાથે સંસ્કારનું જ્ઞાન હશે તો યુવાપેઢી બચી શકશે. જ્ઞાન પ્રકાશ છે. સંસ્કારો માટે સરસ આયોજન થઇ રહ્યું છે. પૂજ્ય પંન્યાસ પદ્મદર્શન વિજયજીએ જણાવ્યું હતું કે, સંસ્કારોની આજે ક્રૂર કતલ થઇ રહી છે. શૈશવને બચાવવું હશે તો સંસ્કારોનું પ્રદાન કરવું પડશે. સંપત્તિ કરતાં સંતતિ મહત્વની છે. પરિવાર,સમાજ અને રાષ્ટ્રને બચાવવા હશે તો સંસ્કારોની પરબો ઠેર ઠેર ખોલવી પડશે. યંત્રવાદે સંસ્કારોનો કચ્ચરઘાણ વાળી નાંખ્યો છે. કેટલાય કનૈયા જેવા દિકરઓ સમાજમાં કંસ બની રહ્યા છે. કંસને હંસ બનાવવા હશે તો આવા સંસ્કારયજ્ઞોમાં સંતાનોને મોકલવા પડશે. સમાજ અને દેશને સુધારવા માટેનું અદભૂત આયોજન છે. તમે તમારી સંતતિ આપો. જો સંતતિ હોય તો મિશનમાં તમારી સંપત્તિ આપો. સંપત્તિ જો આપી શકો તો છેવટે સંમતિ તો અવશ્ય આપજો. તમે કલ્પના પણ કરી શકો એટલી હદે સમાજની પરિસ્થિતિમાં બદલાવ આવી રહ્યો છે. સમાજન સુધારણા માટે ઘરે ઘરે પાનિયારે દીવડો મૂકીને અંધકારને વિદાય આપવી પડશે. જો તમારા સંતાનો સંસ્કાર વાટીકામાં જોડાશે તેનું ભાવી પ્રકાશમય બનશે એમાં કોઇ શંકાને સ્થાન નથી.

અન્ય સમાચારો પણ છે...