તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ફી સહિતના મુદ્દે વાલીઓના યુ ટર્ન પરના કાર્યક્રમનો ફિયાસ્કો

ફી સહિતના મુદ્દે વાલીઓના યુ ટર્ન પરના કાર્યક્રમનો ફિયાસ્કો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ફીસહિતના મુદ્દે ખાનગી શાળાઓ સામે સુરતમાં આંદોલન ચલાવી રહેલા સુરત પેરેન્ટ્સ એસોસિયેશને વેસુ રોડ પર યુ-ટર્નના સ્થળ પર વિરોધ પ્રદર્શન કર્યો હતો. જો કે કાર્યક્રમમાં માંડ 50 વાલી હાજર રહેતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો.

છેલ્લા ઘણા સમયથી ખાનગી શાળાઓ સામે સુરત પેરેન્ટ્સ એસોસિયેશનના નામે કેટલાક વાલીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ડોનેશન પ્રથા બંધ કરવા, એક્ટિવિટીના નામે લૂંટ બંધ થાય, ઓનલાઇન એડમિશન પ્રક્રિયા શરૂ કરવા, ફી ચેકથી લેવા, સ્કૂલોની બેલેન્સશીટ જાહેર કરવા, સ્કૂલો સામે દંડની જોગવાઇ કરવા સહિતના મુદ્દે , સુરત પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા શનિવારે ધરણાંનો કાર્યક્રમ યોજાવાનો હતા. જો કે પોલીસ પરમિશન નહીં મળતાં ધરણાંનો કાર્યક્રમ પડતો મુકાયો હતો. જેથી શનિવારે મોડીરાતે સિટીલાઇટ સ્થિત અણુવ્રત દ્વાર ફલાય ઓવરબ્રિજ નીચે પેરેન્ટ્સ એસોસિયેશનની બેઠક મળી રવિવારે સવારે એસ.ડી. જૈન સ્કૂલ પાસે યુ-ટર્નના કાર્યક્રમમાં દેખાવો કરવાનું આયોજન કર્યું હતું. આયોજન મુજબ રવિવારે વહેલી સવારે સુરત પેરેન્ટ્સ એસોસિયેશનના નેજા હેઠળ વાલીઓ દ્વારા યુ-ટર્નના કાર્યક્રમમાં બેનરો સાથે દેખાવો કરાયા હતા. જો કે દેખાવના કાર્યક્રમમાં માત્ર ગણ્યાગાંઠ્યા વાલીઓ હાજર રહ્યા હતા. જાણે વાલીઓને પણ હવે વિરોધ પ્રદર્શનમાં કોઇ રસ હોય એવું પ્રતિત થયું હતું. એકત્ર થયેલા વાલીઓએ પણ દેખાવો કરવાના બદલે માત્ર ને માત્ર ફોટો સેશન કર્યું હોય એવું નજરે ચઢ્યું હતું. 3 હજાર વાલીઓ ભેગા કરવાની વાતો કરતા એસોસિયેશનના પ્રતિનિધિઓ દ્વારા 50 વાલીઓ પણ ભેગા થઇ શક્યા હતા.

3000 તો ઠીક 50 વાલી પણ ભેગા કરી શકાયા

અન્ય સમાચારો પણ છે...