તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સૈનિકોના સન્માનની તિરંગાયાત્રામાં પાસના કાર્યકરોએ મારામારી કરી

સૈનિકોના સન્માનની તિરંગાયાત્રામાં પાસના કાર્યકરોએ મારામારી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગે આધારભૂત સૂત્રો તેમજ પોલીસ મથકમાંથી મળતી માહિતી અમુસાર, વરાછા ખાતે દેશના સૈનિકોના સન્માનમાં કેટલાક યુવકો દ્વારા મહા તિરંગાયાત્રાનું આયોજન કરાયુ હતુ. જેમાં હજારો યુવકો તિરંગા સાથે જોડાયા હતા.જોકે યાત્રામાં ભાગ લેવા માટે જેતપુરથી હાર્દીક પટેલના વિરોધી નટુભાઈ બુટાણી પણ આવ્યા હોવાને કારણએ વિવાદ ઉભો થયો હતો.

રવિવારે સવારે વરાછા વિસ્તારમાં આવેલા મીની બજાર ખાતે થી યાત્રાનો પ્રારંભ થવાની સાથે ત્યા અલ્પેશ કથીરીયા સહીતના પાસના કાર્યકરો પહોંચી ગયા હતા અને નટુ બુટાણી જે આયશરમાં હતા તેમાં ચઢી જઈ તેમના હાથમાંથી રાષ્ટ્રધ્વજ ખેંચી લીધો હતો અને તેના પર પગ મુકીને ભારત માતાનું પોસ્ટર પણ તોડી નાંખ્યુ હતુ. જેને પગલે ભારે હોબાળો મચી ગયો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને નટુબુટાણીને પોતાની સાથે લઈ ગઈ હતી. રેલી કાર્યક્રમ મુજબ યથાવત રહી હતી અને સરથાણા જકાતનાકા શહીદ સ્મારક ખાતે પહોંચી હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા અને દેશભક્તિમાં રંગાયા હતા. બીજી તરફ વરાછા પોલીસ મથકમાં નટુ બુટાણીએ પાસના અપ્લેશ કથીરીયા, મહેશ વાઘાણી ઉર્ફે માયકલ, મનોજ ચોવટીયા, કરૂણેશ રાણપરીયા તેમજ અજાણ્યા બે ત્રણ યુવકો સામે ફરીયાદ નોંધાવતા વરાછા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વરાછા માનગઢ ચોકથી સૈનીકોના સન્માન માટે નિકળેલી તિરંગા યાત્રામાં પાસના કાર્યકરોએ હુમલો કરતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. બાદમાં પોલીસે બાજી સંભાળી લઈ યાત્રાનો માર્ગ ખૂલ્લો કર્યો હતો. તસવીર- મનોજ તેરૈયા

આખરે પોલીસે બાજી સંભાળી, 7 કાર્યકરો સામે ફરિયાદ નોંધાઈ

જેતપુરથી ભાગ લેવા માટે આવેલા નટુ બુટાણીના હાથમાંથી રાષ્ટ્રધ્વજ ખેંચી લઈ અલ્પેશ કથીરિયા સહિતના કાર્યકરોએ માર્યો

અન્ય સમાચારો પણ છે...