તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17મીએ રાજ્યના તમામ ખેડૂતોની અમદાવાદમાં સભા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મધ્યપ્રદેશઅને મહારાષ્ટ્રના ખેડૂતોને સપોર્ટ કરવા માટે આગામી 17મી જૂનના રોજ રાજ્યના તમામ ખેડૂતો એકત્ર થવાના છે. અમદાવાદ ખાતે ખેતી ભવનમાં રાજ્યના ખેડૂતો ભેગા થઈને આગામી સમયમાં સરકારની નીતિઓ સામે લડત આપવા માટેની રણનીતિ નક્કી કરવાના છે. જેમાં તમામ સંગઠનો અને ખેડૂતોની સાથે લડત ચલાવનાર વિવિધ ખેડૂત સમાજ પણ હાજર રહેશે. હાલમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ખેડૂતો ઉગ્ર દેખાવ કરી રહ્યા છે. ત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચેના ઘર્ષણમાં કેટલાક ખેડૂતો ઘાયલ પણ થયા છે. જેણે કારણે સમગ્ર દેશમાં આગ ભડકી રહી છે. ખેડૂતો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરત ખાતે પણ એક દિવસ પહેલા ઘરણા કાર્યક્રમ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે આગામી સમયમાં વિવિધ આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવા અને એમ તથા મહારાષ્ટ્રના ખેડૂતોના સપોર્ટમાં સભા મળવાની છે.

અન્ય સમાચારો પણ છે...