તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઇન્ટરસ્ટેટ ડાયમંડ સપ્લાય પર GSTમાંથી મુક્તિ આવશ્યક

ઇન્ટરસ્ટેટ ડાયમંડ સપ્લાય પર GSTમાંથી મુક્તિ આવશ્યક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હીરા ઉદ્યોગને માત્ર અંશત: રાહત

જોબવર્ક પર 5% GST આવકાર્ય પરંતુ

જીએસટી કાઉન્સીલ દ્વારા હીરા અને જ્વેલરી ઉદ્યોગ પર જીએસટીના વિવિધ દર જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં જોબવર્ક પર 18 ટકાની જીએસટીની જાહેરાતે હીરાઉદ્યોગકારોને ગાંધીનગર દોડતાં કરી દીધા હતા. હાલમાં ડાયમંડ પર ગુજરાત ખાતે 0 સર્વિસટેક્ષ છે જેને જીએસટી અંતર્ગત 18 ટકાના સ્લેબમાં સમાવી લેતાં રફથી પોલિશ્ડ તૈયાર કરવા સુધીની સાઇકલમાં 5 થી 6 જેટલા સ્ટેજ પર વસુલાતા ટેક્સ સામે હીરા ઉદ્યોગકારોની બમણી વર્કિગ કેપીટલ સરકારી તિજોરીમાં જમા થવાની સાથે 0.64 બિલિયન ડોલર જેટલી મુડી ફસાશે.કટ અને પોલિશ્ડનું મોટાભાગનું કામ નાના યુનિટો દ્વારા થતું હોઇ છે 5 ટકાના જોબવર્કના કારણે ઉદ્યોગો બંધ થવાના જોખમમાંથી મુક્ત થયા છે પરંતું પોલિશ્ડ પર 3 ટકાની જીએસટી સાથે ઇવે-બિલ અને ઇન્ટરસ્ટેટ સપ્લાય પર 3 ટકાની જીએસટી હીરાઉદ્યોગકારોની મોટી અસર કરશે.

ધી જેમ એન્ડ જ્વેલરી એક્ષ્પોર્ટ પ્રમોશન કાઉન્સીલ(જીજેઇપીસી)ના રીજનલ ચેરમેન દિનેશ નાવડીયા સાથે પ્રતિનિધી મંડળ ગત અઠવાડિયા દરમ્યાન નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મુલાકાતે જઇ રફ પર 0.25 ટકાનો દર યથાવત રાખવા સિવાય જોબવર્કને જીએસટી મુક્ત રાખવાની માંગ સાથે ડીડીએ એકાઉન્ટ પર જીએસટીનો દર લાગૂ નહી કરવાની રજુઆત કરી હતી.આ ઉપરાંત કાઉન્સીલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી નાનુ વાનાણી ,ધારાસભ્ય હર્ષ સંઘવી તથા રાજ્યનું જી.એસ.ટી. કાઉન્સીલમાં પ્રતિનીધી કરી રહેલા કમિશનર ઓફ કોમર્શીયલ ટેક્ષ ડો. પી. ડી. વાઘેલાને ખાસ રજુઆત કરવામાં આવી હતી અને જો જોબવર્ક પરના દરના ઘટાડો કરવામાં નહીં આવે તો ગુજરાતના હીરા અને જ્વેલરી ઉદ્યોગે માઠા પરિણામ જોવા પડશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. પોલિશ્ડ હીરા પર 3 ટકા નો જીએસટી જાહેર કરવામાં આવેલ છે તેમાં બીટુબી વ્યવહારો અને નિકાસલક્ષી વેપાર કે જે ડાયમંડ ડોર એકાઉન્ટ દ્વારા કરવામાં આવે છે તેને જીએસટીમાંથી સ્પેશીયલ નંબર આપી ટ્રેકિંગની વ્યવસ્થા ઉભી કરી નીલ રેટ હેઠળ અથવા 0.25 ટકાના દર હેઠળ આવરી લેવા માટેની કાઉન્સીલ ફરી રજુઆતો કરશે.

અન્ય સમાચારો પણ છે...