તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોલાર રૂફટોપની સમજ આપવા ત્રિદિવસીય પ્રદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત :સોલાર રફટોપમાં લોકો વધુને વધુ રસ દાખવે તે માટેના ભરપુર પ્રયાસો રાજ્ય સરકારની સાથે પાલિકા પણ કરી રહી છે. કારણ કે લોકો સોલાર એનર્જીથી વિજળી પેદા કરે તો પ્રદુષણની માત્રામાં ઘટાડો થવાની સાથે લાંબાગાળે લોકોને પણ ફાયદો થાય તેમ છે. તેના સંદર્ભે 13થી 15 જુન દરમિયાન અલથાણ- ભટાર કોમ્યુનિટી હોલ ખાતે ત્રિદિવસીય પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યુ છે. આયોજન રાજ્ય સરકારના કલાયમેન્ટ ચેંજ વિભાગ અને પાલિકાના ઉપક્રમે કરવામાં આવ્યુ છે. તેમાં સોલાર રૂફટોપ નાંખવાથી થતા ફાયદા સહિતની બાબતોની સમજ લોકોને પુરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...