તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાડી ખરીદવા આવેલા 5 નબીરાની લક્ઝરિયસ કારમાંથી દારૂ ઝડપાયો

સાડી ખરીદવા આવેલા 5 નબીરાની લક્ઝરિયસ કારમાંથી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસીબીએ લકઝરીયસ કારમાં બેઠેલા 5 રાજસ્થાનીઓની અટક કરીને દારૂની બોટલો તેમજ કાર મળીને રૂ. 4 લાખનો મુદામાલ કબજે કરીને સરથાણા પોલીસને સોપી દીધા હતા. પાંચેય જણા રાજસ્થાન અજમેરથી દમણ ફરવા આવ્યા હતા અને દમણમાં વાઈનશોપમાંથી વિદેશી દારૂ લઈને ઘરે જતા હતા. રસ્તામાં સુરત ખાતે બોમ્બે માર્કેટમાં પરિવારના માટે સાડીઓની ખરીદી કરવા માટે શુકવારે સાંજે શહેરમાં એન્ટ્રી કરતા હતા તે સમય ક્રાઈમબ્રાંચના સ્ટાફે લસકાણા ચેક પોસ્ટ પાસે પટોલિગ દરમિયાન પકડી પાડયા હતા. સેવરોલેટ કુઝ કાર રોહિત રાજેન્દ્ન પવારની માલિકીની હતી અને તે એલઆઈસી એજન્ટ છે ઉપરાંત અન્ય ચાર યુવકો નાના-મોટા વેપાર સાથે જોડાયેલા છે.

શહેરની લસકાણા ચેકપોસ્ટ પર ડીસીબીનું ચેકિંગ

પકડાયેલા રાજસ્થાની નબીરાઓ

1.રોહિત રાજેન્દ્વ પવાર-ઉ.વ.27,રહે,શીવમંદિરવાલી ગલી, લોહાખાંડ,અજમેર,રાજસ્થાન

2. ધર્મેશ રમેશચંદ્વ જીંદલ-ઉ.વ.38,રહે,સહીરોલી બજાર,નસીરાબાદ,તા-નસીરાબાદ, જી.અજમેર, રાજસ્થાન

3. ઉમેશ તુલસીરામ રાજપુત-ઉ.વ.32રહે,મંદીરની સામેની ગલી,વોર્ડ નં-48,જી.અજમેર,રાજસ્થાન

4. ચંદ્રશેખર તુલસીરામ સોની-ઉ.વ.22, સહીરોલી બજાર,નસીરાબાદ,તા-નસીરાબાદ, જી.અજમેર, રાજસ્થાન

5. જશવીન્દરસિંગ મનજીતસીંગ-ઉ.વ.19,રહે,સેકટર-3,પાવર હાઉસ પાસે, મદાર, અજમેર,રાજસ્થાન

રાજસ્થાની યુવકો દમણથી દારૂ લઈને આવતાં ભેરવાયા : દારૂ અને કાર કબજે કરી પાંચેયને સરથાણા પોલીસને સોંપી દેવાયા

અન્ય સમાચારો પણ છે...