1.62 કરોડની ઠગાઈ કેસમાં વેપારી સહિત 3 ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરથાણાજકાતનાકા પાસે સંસ્કાર વિલા સોસાયટીમાં રહેતા જીવરાજ ઠાકરશી ઈટાલિયા ગ્રે-કાપડનો વેપાર કરે છે. ન્યૂ બોમ્બે માર્કેટમાં કુબેરજી સિલ્ક માર્કેટના નામથી કાપડનો વેપાર કરતા પંકજ મહેન્દ્ર જૈન અને ભાગીદાર અરવિંદ બાબુલાલ પુરોહિતે તેમનો સંપર્ક સાધ્યો હતો. ગત ઓક્ટોબરમાં પંકજ જૈન અને અરવિંદ પુરોહિતે કાપડ દલાલ જયેશ ગજેરા હસ્તક જીવરાજભાઈ સહિત 20 જેટલા વેપારીઓ પાસેથી 1.62 કરોડનો માલ ક્રેડીટ પર ખરીદ્યો હતો. અને પેમેન્ટ ચૂકવ્યા વગર દુકાન બંધ કરી નાસી છુટ્યા હતા. જેથી જીવરાજભાઈ સહિત 20 વેપારીઓએ વરાછા પોલીસ મથકમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. શનિવારે પોલીસે ત્રણેને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. જેથી કોર્ટે ત્રણેના 29મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...