‘માનવ જીવનનો સદુપયોગ કરતા શીખો’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘમાં જૈનાચાર્ય કુલચન્દ્ર સૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શનની નિશ્રામાં પ્રવચનગંગા વહી રહી છે. જેમા સેંકડો ભાવુકો લાભ લઇ રહ્યા છે. પંન્યાસ પદ્મદર્શનજીએ જણાવ્યું હતું કે, માનવ જીવન શ્રેષ્ઠ જીવન છે. એનો ઉપયોગ કરતાં શીખો. જીવનનો ફ્યુઝ ઊડે પહેલા તેનો સાચા અર્થમાં યુઝ કરતાં શીખો. જીવનની પ્રત્યેક પળ મૂલ્યવાન છે એને ગમે તેમ વેડફો નહિં. પ્રચંડ પુણ્યની બેલેન્સ વિના માનવભવ મળતો નથી, જલશાબાજીમાં જીવન પુરું કરવાનું નથી. તમે જ્યારે માનવભવ સુધી આવી ગયા છો ત્યારે તેની મહત્તાને સમજી લો. જીવન જીવ્યું તેને સાર્થક કહેવાય કે જે બીજાના સુખ,દુ:ખની પાછળ પોતના જીવનને ઘસી નાંખે છે. અન્યને ઘસી નાંખવાની વૃત્તિ ભૂંસીને ઘસાઇ જતાં શીખો. જેઓ બીજા માટે ઘસાતા નથી તમારી શક્તિને કાટ લાગ્યા વિના રહેતો નથી. જીવનમાં સફળ થવા માટે સ્ટાન્ડર્ડ ઊંચું લાવો. આજે મોટાભાગનો વર્ગ સ્ટાન્ડર્ડ ઊંચુ લાવવા પ્રયત્ન કરે છે પણ સ્ટાન્ડર્ડ ઊંચું લાવવા માટે કોકની લીટી કાપીને મોટા થવાય. બીજાની લીટી કાપી નાંખવી તમારી સજ્જનતા નથી પણ દુષ્ટતા છે. મોટા બનવું હોય તો સૌપ્રથમ નાના બનતાં શીખો.

અન્ય સમાચારો પણ છે...