તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 17 મામલતદારોની આંતરિક બદલી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાકલેક્ટર ચીટનીશ શાખા દ્વારા નાયબ મામલતદારોની આંતરિક બદલીના ગંજીપો ચીપ્યો હતો. જેમાં કુલ 17 નાયબ મામલતદારોની વહીવટી કારણોસર આંતરિક બદલી કરી દેવામાં આવી હતી.

નાયબ મામલતદારો કરાયેલી આંતરિક બદલીમાં પલસાણા મામલતદાર પી. આર. અટારાની મતદાર નોટરી અધિકારી ઓલપાડ વિધાનસભા મતદારયાદી અને નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત તથા મામલતદાર કચેરી ઓલપાડમાં, કામરેજના બી. આઇ. પટેલની કામરેજ વિધાનસભા મતદાર નોંધણી અધિકારી તરીકે, પુરવઠા શાખા અને પીઆરઓ શાખા બી. એ. મોદીની ડુંડા શાખા ખાતે, ડુંડા શાખાની બી. આર. મેથીવાલાની પુરવઠા શાખામાં, કતારગામના આર. એમ. કુંભાણીની અડાજણ મામલતદાર કચેરી ખાતે, અડાજણના બી. એ. પ્રજાપતિની કતારગામ ખાતે, ઉધનાના આર. આર. પરમારની નાયબ મામલતદાર ચૂંટણી શાખામાં, ચૂંટણી શાખાના બી.એસ. ગાંધીના નાયબ મામલતદારની ઉધનામાં પુરવઠા શાખાના એન.પી.બારૈયાની ઓલપાડમાં, નાયબ નિયામક મયુર કુંભારીની પુરવઠા શાખામાં, બારડોલીના વાય. જી. પટેલની પલસાણામાં, ઉમરપાડાના બી. એમ. ચૌધરીની માંડવીમાં, માંડવીના બી. યુ. મહિડાની ઉમરપાડામાં અડાજણના એન. જી. યોગીની કતારગામમાં, નાયબ કલેકલટર સીટી પ્રાંત કચેરીના પી. એલ. પટેલની આર. ટી. એસ નાયબ કલેક્ટર સિટી પ્રાંતની કચેરીમાં, આર. ટી. એસ નાયબ કલેકટર સિટી પ્રાંતના એમ. જે. પટેલની શિરસ્તેદાર નાયબ કલેક્ટર સિટી પ્રાંતની કચેરીમાં અને પલસાણના એસ. ડી. પટેલની બારડોલીમાં શિરસ્તેદાર તરીકે બદલી કરાય છે. લાંબાં સમયથી પૈકી કેટલાંક મામલતદારોની બદલી કરાય હતી. તેમને અન્ય જગ્યાનો અનુભવ મળે તે હેતુથી આંતરિક બદલી કરાય હતી.

કેટલાક મામલતદારો લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવી રહ્યા હતા

મામલતદારોની બદલીનો ગંજીફો ચીપાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો