તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતમાં દારૂ પીધા બાદ યુવકનંુ મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોડાદરાનોએક યુવાન માનસરોવર ટાંકી પાસેથી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. તેણે દારૂ પીધો હોઈ તબીબે એમએલસી કરાવ્યું હતું. સિવિલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. લિંબાયત ગોડાદરા વિસ્તારની મથુરાનગર ખાતે રહેતાં વિજ્ય બિંદ (33) માનસરોવર પાણીની ટાંકી પાસે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતાં દારૂ પીધા બાદ તબિયત લથડી હોવાની જાણ તબીબને થતાં પાછળથી મેડિકલ લિગલ કેસ (એમએલસી) નોંધાવવામાં આવી હતી. વિજયનું સારવાર દરમિયાન શુક્રવારે બપોરે મરણ થયું હતું. બનાવ અંગે લિંબાયત પોલીસે આકસ્મીક મોત નોંધ કરી સિવિલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. કેમિકલ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો