તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘પ્રમાદની પછેડી ફગાવી જીવનમાં આગેકૂચ કરો’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘમાં જૈનાચાર્ય કુલચન્દ્રસૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શનજીની નિશ્રામાં સત્સંગીઓ દર્શનાર્થે આવી રહ્યા છે. ઝંખવાવથી આવેલા સત્સંગીઓ સમક્ષ પંન્યાસ પદ્મદર્શનજીએ જણાવ્યું કે, જન્મ,જીવન અને મૃત્યુની ઘટમાળથી મુક્ત થવું હોય તો સાધનાના ક્ષેત્રમાં આગળ વધવું જરૂરી છે. સાધના વિના હજુ કદાચ પ્રસિદ્ધિ મળી શકે પણ સિદ્ધિ મળે. સિદ્ધિના ચરણોમાં મુકામ કરવા માટે અંતરનો વિશ્વાસ હોવો જોઇએ. વિશ્વાસ અને વફાદારી જીવનમાં સિદ્ધિના શિખરો હાંસલ કરવામાં સમર્થ બને છે. કોઇપણ ક્ષેત્રમાં મહેનત કરવામાં પાછું વળીને જોવું નહિં. પ્રમાદની પછેડી ફગાવી દઇને જીવનમાં આગેકૂચ કરો. જરૂર તમે સફળ થશો. ત્રણ ચીજ કોઇની પ્રતિક્ષા કરતી નથી. સમય, ગ્રાહક અને મૃત્યુ. પ્રભુ મહાવીરે આપણને સહુને કહ્યું છેકે, એક ક્ષણને પણ બગાડશો નહિં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો