તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જિલ્લાના 17 ના. મામલતદારોની આંતરિક બદલી કરવામાં આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લાના 17 ના. મામલતદારોની આંતરિક બદલી કરવામાં આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | જિલ્લાકલેક્ટર ચીટનીશ શાખા દ્વારા નાયબ મામલતદારોની આંતરિક બદલીના ગંજીપો ચીપ્યો હતો. જેમાં કુલ 17 નાયબ મામલતદારોની વહીવટી કારણોસર આંતરિક બદલી કરી દીધી હતી.

નાયબ મામલતદારો કરાયેલી આંતરિક બદલીમાં પલસાણા મામલતદાર પી. આર. અટારાની મતદાર નોટરી અધિકારી ઓલપાડ વિધાનસભા મતદારયાદી અને નાયબ કલેક્ટર ઓલપાડ પ્રાંત તથા મામલતદાર કચેરી ઓલપાડમાં, કામરેજના બી.આઇ.પટેલની કામરેજ વિધાનસભા મતદાર નોંધણી અધિકારી તરીકે, પુરવઠા શાખા, પીઆરઓ શાખા બી.એ.મોદીની ડુંડા શાખા ખાતે, ડુંડા શાખાની બી. આર. મેથીવાલાની પુરવઠા શાખામાં, કતારગામના આર.એમ. કુંભાણીની અડાજણ મામલતદાર કચેરી ખાતે, અડાજણના બી. એ. પ્રજાપતિની કતારગામ ખાતે, ઉધનાના આર. આર. પરમારની નાયબ મામલતદાર ચૂંટણી શાખામાં, ચૂંટણી શાખાના બી.એસ.ગાંધીના નાયબ મામલતદારની ઉધનામાં પુરવઠા શાખાના એન.પી.બારૈયાની ઓલપાડમાં, નાયબ નિયામક મયુર કુંભારીની પુરવઠા શાખામાં, બારડોલીના વાય. જી. પટેલની પલસાણામાં, ઉમરપાડાના બી. એમ. ચૌધરીની માંડવીમાં, માંડવીના બી. યુ. મહિડાની ઉમરપાડામાં અડાજણના એન. જી. યોગીની કતારગામમાં, નાયબ કલેકલટર સિટી પ્રાંત કચેરીના પી.એલ.પટેલની આર.ટી.એસ નાયબ કલે. સિટી પ્રાંતની કચેરીમાં, આર.ટી.એસ ના.કલેકટર સિટી પ્રાંતના એમ. જે.પટેલની શિરસ્તેદાર નાયબ કલેક્ટર સિટી પ્રાંતની કચેરીમાં અને પલસાણના એસ.ડી.પટેલની બારડોલીમાં શિરસ્તેદાર તરીકે બદલી કરાય છે. લાંબાં સમયથી કેટલાંક મામલતદારોની બદલી કરી હતી. તેમને અન્ય જગ્યાનો અનુભવ મળે તે માટે આંતરિક બદલી કરાય હતી.

કેટલાક મામલતદારો લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવી રહ્યા હતા, અનુભવ માટે બદલી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો