તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરેલીમાં વધુ 4નાં મોત, લઠ્ઠાકાંડની આશંકા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિંબાયતમાં દારૂ પીધા બાદ યુવકનંુ મોત

પલસાણાતાલુકાના વરેલી ગામે ગુરૂવાર સુધીમાં વ્યક્તિના મોતની બાદ શુક્રવારે ફરી ચાર વ્યક્તિના મોત થતાં ચકચાર મચી છે.વરેલી ગામમાં વહેલી સવારથી રાજકીય અગ્રણીઓએ ધામા નાંખ્યા હતાં. કોંગ્રેસના તુષાર ચૌધરી, બારડોલીના ધારસાભ્ય અનિલભાઈ પરમાર તેમજ કોંગ્રેસ અગ્રણી દર્શન નાયક સાથે મોટી સંખ્યામાં ભાજપ- કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ધસી આવી ઘટના અંગે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં આખરે જિલ્લા પોલીસવડાએ કડોદરા પીઆઈની તાત્કાલિક અસરથી બદલી કરી હતી. જોકે, રહસ્યમ રીતે મોતને ભેટવાની ઘટનાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ છે. શંકાસ્પદ લઠ્ઠાકાંડમાં હજુ પણ 4થી વધુ વ્યક્તિઓને સુરત સિવિલ ખાતે સારવાર માટે દાખલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

લઠ્ઠા

કાંડ-3

મૃતકોનું ફોરેન્સિક પીએમ કરાવાયું

^ મૃતકો પીએમના પ્રાથમિક રિપોર્ટમાં કોઈ રોગ જણાતો નથી. નમૂના તપાસ માટે એફએસએલમાં મોકલ્યા છે. રિપોર્ટ નહિં આવે ત્યાં સુધી ચોક્કસ કારણ આપી શકાય નહીં. > મેઘામહેતા, જિલ્લાઆરોગ્ય અધિકારી

પીઆઈ હાલનું સ્થળ બદલીનું સ્થળ

{વી.એ. દેસાઈ લીવરિઝર્વ બારડોલી પોસ્ટે

{ એસ.એમ. સગર એસઓજીકડોદરા GIDC

{ એચ.કે. ભરવાડ કડોદરાલીવ રિઝર્વ

{ આર.જી. ભાવસાર લીવરિઝર્વ LIB એસઓજી

{ એન.જી. ચૌધરી લીવરિઝર્વ CPI બારડોલી

{ એચ.બી. પટેલ લીવરિઝર્વ કામરેજ

^ મૃતકોના પીએમમાં મોતનું કારણ જાણી શકાયું નથી. ફોરેન્સીક પીએ કરાવી વીસેરા લેવાયા છે. જેમાં કોઈ કેફી પ્રદાર્થની હાજરી જણાશે તો તે પ્રકારની કાર્યવાહી કરાસે. ઉપરાંત પોલીસની ટીમો પ્રોહીની કામગીરીમાં લાગી છે. > મયુરસિંહ ચાવડા, જિલ્લા પોલીસવડા

6 PIની આંતરિક બદલી કરાઇ

મૃતકોને કોઇ રોગ થયો નહોતો

{ સંજય રાધીકા રાજપૂત (30) (વ્રજધામ સોસા. મનોજભાઈ બિલ્ડિંગ, મૂળ રહે. ભવરીહા જિ. ગોંડા, યુપી)

{ પ્રદીપરાજલાલ પટેલ (30) (દત્તકૃપા સોસાયટી, અંબિકાની કેતન બિલ્ડિંગ, મૂળ યુપી)

{મનીષ ધરેજ મહંત { ભરતગ્વાલા (દત્તકૃપા સોસાયટી)

અજય શાહુને આંખે દેખાવાનું બંધ થયું

વરેલી ખાતે મારૂતિ કોમ્પલેક્સમાં રહેતા મૂળ બિહારના અજય સુરેશ શાહુ બુધવારના રોજ નશો કરીને આવ્યા હતાં. અચાનક તબિયત લથડતાં તેમને પ્રાથમિક સારવાર માટે સંજીવની હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે તેમને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતાં. હાલમાં તેમને આંખે દેખાવાનું બંધ થઈ ગયું છે. હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી છે.

યુવકનો મૃતદેહ જોઇ પરિવારજનો આક્રંદે સૌને હચમચાવી મુક્યા

રાજકીય આગેવાનો સ્થળ પર પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવતાં કડોદરા PIની તાત્કાલિક બદલી કરાઇ

વરેલીમાં થોડા દિવસોમાં 6 યુવકનાં મોત બાદ શુક્રવારે ફરી ચાર યુવકોએ જીવ ગુમાવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો