તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ફોરેન્સિક પીએમની માંગ સાથે વેપારીના સંબંધીઓનાં ધરણાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોરેન્સિક પીએમની માંગ સાથે વેપારીના સંબંધીઓનાં ધરણાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અઠવાડિયાપહેલાં ઘરેથી નીકળેલા પૂણાના યુવાન કાપડ વેપારીની કામરેજના અંબોલી ગામના તાપી કિનારેથી ગુરુવારે લાશ મળી આવી હતી. તેની લાશને સિવિલમાં ફોરેન્સીક પોસ્ટમોર્ટમની માંગ સાથે પરિવારનો સંબંધીઓએ ધરણા કર્યા હતાં.

પૂણાની સંતકૃપા સોસાયટી ખાતે રહેતાં ઘનશ્યામ સોરઠિયા (24) ગત શનિવારે સવારે ઘરેથી નીકળી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયાં હતાં. દરમિયાન કામરેજના ખોલવડ ખાતેથી ત્રણેક દિવસ પહેલા તાપી બ્રિજ પરથી એક બિનવારસી બાઈક મળી આવી હતી. તો કામરેજના અંબોલી ગામના રાજપૂત ફળિયા પાસે તાપી કિનારેથી ગત ગુરુવારે સાંજે ઘનશ્યામની લાશ મળી આવી હતી. તેથી પરિવારે અપહરણની વાત કરી હોવા છતાં પૂણા પોલીસે ગુમ થયાની નોંધ કરી હતી. તેમની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સિવિલ ખાતે શુક્રવારે પરિવાર સંબંઘીઓએ ફોરેન્સીક પીએમની માંગ કરી ધરણા કર્યા હતાં.

અઠવાડિયા પહેલા ગુમ પુણાના કાપડના વેપારીની કામરેજના અંબોલી પાસેથી લાશ મળી આવી હતી

ફોરેન્સિક રીપોર્ટ પેન્ડિંગ રખાયો

ફોરેન્સીકપીએમ કરનાર સિવિલના તબીબી સુત્રોએ જણાવ્યું હતું કે, પીએમમાં પ્રાથમિક ડૂબી જવાથી મરણ થયું હોવાનુ જણાઈ છે. પરંતુ કેમિકલ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા છે તેના રિપોર્ટ આવ્યા બાદ હકીકત બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો