તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રાયન સ્કૂલમાં 1 વિદ્યાર્થીએ બીજાના પેટમાં કટર હુલાવ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયન સ્કૂલમાં 1 વિદ્યાર્થીએ બીજાના પેટમાં કટર હુલાવ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાંદેરમાંઆવેલી રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના બે વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર બાખડી પડ્યા હતા, જેમાં એક વિદ્યાર્થીને સાથી વિદ્યાર્થીએ કટરથી પેટમાં ઘા કરી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં વિદ્યાર્થીને તેના મિત્રો કારમાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ઘટનાને પગલે રાંદેર પોલીસને હોસ્પિટલના સત્તાધીશોઅે જાણ કરતાં પોલીસે ગુનો નોંધવાની તપાસ શરૂ કરી હતી.

રાયન ઈન્ટરનેશનલ સ્કૂલના અગ્રેજી માધ્યમમાં ધો.-10માં ફૈઝાન મઝકુરખાન (રહે. અમન એપા., રામપુરા) અભ્યાસ કરે છે. શુક્રવારે સ્કૂલમાંથી છૂટી થઈને વિદ્યાર્થીઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે ગેટ ન.-2ની બહાર એક સોસાયટી પાસે ધો.-12ના એક વિદ્યાર્થી (યુવકની વયમર્યાદાને કારણે નામ નથી લખ્યું) સાથે તેની માથાકૂટ થઈ હતી. સામાન્ય વાતમાં બંને વિદ્યાર્થીઓ બાખડી પડ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓ બંને છોડાવવાને બદલે ઊભા રહીને તમાશો જોતા હતા. ધો.-12ના વિદ્યાર્થીએ ખિસ્સામાંથી કટર કાઢીને ફૈઝાનને પેટમાં હુલાવી દઈ મિત્ર સાથે ભાગી છૂટ્યો હતો. ફૈઝાનને સારવાર માટે રાંદેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. રાંદેર પોલીસે મામલે મોડીરાત્રે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે કહ્યું કે મિત્રોમાં ફ્રેન્ડશીપ બાબતે બંને વિદ્યાર્થીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો ઝઘડાનું કારણ પણ ફ્રેન્ડશીપનો બખેડો છે.

બે વિદ્યાર્થીની લડાઇમાં એકને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો.

બંને વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી

^સ્કૂલમાંથી છૂટી ગેટ નં-2ની બહાર સોસાયટી પાસે ઘટના બની હતી, જેમાં લોહીલુહાણ હાલતમાં અન્ય વિદ્યાર્થીઓ ફૈઝાનને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. સ્કૂલના સ્ટાફે જ્યારે બાબતે મને જાણ કરી ત્યારે મેં તાત્કાલિક એક ટીચરને હોસ્પિટલમાં મોકલ્યા હતા. બાદમાં હું પોતે હોસ્પિટલમાં ગઈ હતી. કટરથી ઘા કરનારા વિદ્યાર્થીના વાલીને ત્યાં બોલાવ્યા હતા. ફૈઝાને પોલીસને જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ ગાળ આપી મારા ઉપર કટરથી વાર કર્યો હતો. > સુનિતાપટનાયક, પ્રિન્સિપાલ,રાયન ઈન્ટરનેશનલ સ્કૂલ, રાંદેર

ઈજા પહોંચતાં લોહીલુહાણ હાલતમાં મિત્રો ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા

ગેટ બહાર ફ્રેન્ડશિપ મુદ્દે બખેડો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો