તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • શહેરમાં પહેલીવાર યોજાશે અહિંસા શાકાહાર મહોત્સવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં પહેલીવાર યોજાશે અહિંસા-શાકાહાર મહોત્સવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૈનાચાર્યવિમલસાગર સૂરિશ્વરજી મહારાજ તથા મુનિ પદ્મવિમલ સાગરજીના સાનિધ્યમાં 13 સપ્ટેમ્બરનાં રોજ મંગળવારે બકરી ઇદ નિમિત્તે અહિંસક રીતે શાકાહારી જીવનશૈલીને મજબુત બનાવવા તથા અબોલ જીવો પ્રત્યે કરૂણાભાવ દર્શાવવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. શહેરમાં પહેલીવાર યોજાઇ રહેલા અહિંસા-શાકાહાર મહોત્સવમાં સમગ્ર દેશભરમાંથી અંદાજે 10 હજાર લોકો ભાગ લેશે અને હિંસામૂક્ત શાકાહારી જીવન માટે સંકલ્પ લેશે. નિર્દોષ મરતાં જીવોની શાંતિ માટે વિરાટ્ પ્રાર્થના સભા થશે. સહુને સદ્દભુદ્ધિ મળે એવી કામના થશે. લગભગ 25 વર્ષથી આચાર્ય વિમલસાગર સૂરિજી પીટા ઇન્ડિયા(PETA), બ્યૂટી વિધાઉટ ક્રૂએલ્ટી તથા પિપલ્સ ફોર એનિમલ્સ જેવી અનેક રાષ્ટ્રિય-આંતરારાષ્ટ્રિય સંસ્થાઓ સાથે મળીને અહિંસા તેમજ શાકાહાર માટે કામ કરી રહ્યા છે. માટે તેમણે ઠેર-ઠેર અનેક સેમિનારો સંમેલનો યોજ્યા છે. હજારો લોકોને શાકાહારી બનાવવામાં તેઓ સફળ થયાં છે.

મંગળવારે સુરતમાં મોટાપાયે સામૂહિક આયંબિલ તપ યોજાશે. નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધી હજારો લોકો આયંબિલ તપમાં જોડાશે. જે લોકો આયંબિલ તપ કરી શકે એવા લોકો માટે સ્વામીવાત્સલ્ય યોજવામાં આવ્યું છે. સવારે 7:30 કલાકથી સાંજે 6 કલાક સુધી સમગ્ર સુરતવાસીઓ ભોજન સમારંભમાં પધારી શકશે. તા.13 સપ્ટેમ્બરના રોજ અકબર પ્રતિબોધક જગતગુરુ આચાર્ય હિરવિજય સૂરિજીની 419મી પુણ્યતિથિ તેમજ રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગર સૂરિજીનો 82મો જન્મદિવસ છે જે નિમિત્તે વિવિધ કાર્યક્રમો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો