તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • પ્રમાદની પછેડી ફગાવી જીવનમાં આગેકૂચ કરો : મુનિ પદ્મદર્શનજી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમાદની પછેડી ફગાવી જીવનમાં આગેકૂચ કરો : મુનિ પદ્મદર્શનજી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘમાં જૈનાચાર્ય કુલચન્દ્રસૂરિજી, જૈનાચાર્ય રશ્મિરાજ સૂરિજી અને પંન્યાસ પદ્મદર્શનજીની નિશ્રામાં સત્સંગીઓ દર્શનાર્થે આવી રહ્યા છે. ઝંખવાવથી આવેલા સત્સંગીઓ સમક્ષ પંન્યાસ પદ્મદર્શનજીએ જણાવ્યું કે, જન્મ,જીવન અને મૃત્યુની ઘટમાળથી મુક્ત થવું હોય તો સાધનાના ક્ષેત્રમાં આગળ વધવું જરૂરી છે. સાધના વિના હજુ કદાચ પ્રસિદ્ધિ મળી શકે પણ સિદ્ધિ મળે. સિદ્ધિના ચરણોમાં મુકામ કરવા માટે અંતરનો વિશ્વાસ હોવો જોઇએ. વિશ્વાસ અને વફાદારી જીવનમાં સિદ્ધિના શિખરો હાંસલ કરવામાં સમર્થ બને છે. કોઇપણ ક્ષેત્રમાં મહેનત કરવામાં પાછું વળીને જોવું નહિં. પ્રમાદની પછેડી ફગાવી દઇને જીવનમાં આગેકૂચ કરો. જરૂર તમે સફળ થશો. ત્રણ ચીજ કોઇની પ્રતિક્ષા કરતી નથી. સમય, ગ્રાહક અને મૃત્યુ. પ્રભુ મહાવીરે આપણને સહુને કહ્યું છેકે, એક ક્ષણને પણ બગાડશો નહિં. સમયની સરિતાને વહેતા વાર લાગતી નથી. ઝપાટાબંધ સમય પસાર થઇ રહ્યો છે. સમયનું મૂલ્ય સમજતાં શીખો. ગ્રાહકને જો તમે પૂર્ણ સંતોષ આપશો તો ગ્રાહક તમારી દુકાન છોડીને બીજે ક્યાંક જશે નહિં. ગ્રાહકની સાથે આત્મીયજનની જેમ વ્યવહાર રાખો. ગ્રાહકને જો તમે હડધૂત કરશો તો તમારી દુકાને ફરી પગ પણ નહિ મુકે. મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. તમે જન્મ્યા ત્યારથી માંડીને સ્મશાન તરફ દોડ ચાલુ છે. દોડ ક્યારે અટકી જશે તેની આપણને કાંઇ ખબર નથી. માટે મરણનું સ્મરણ સતત રહેવું જોઇએ. જો મરણનું સ્મરણ હશે તો જીવનમાં થતાં પાપોને બ્રેક લાગશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો