તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સમિતિના સહાય કૌભાંડમાં શાસનાધિકારીને ચાર્જશીટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમિતિના સહાય કૌભાંડમાં શાસનાધિકારીને ચાર્જશીટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કેશોદઅકસ્માત સહાય કૌભાંડમાં શિક્ષણ સમિતિના શાસનાધિકારી હિતેશ માખેચાને ચાર્જશીટ આપીને ખુલાસો પૂછાયો છે. માખેચાને રૂબરૂ સાંભળવાની એક તક આપી આગળની કાર્યવાહી કરાશે.

દિવ્ય ભાસ્કરે તબક્કાવાર અહેવાલો પ્રસિદ્ધ કરીને કેશોદ બસ અકસ્માત સહાય કૌભાંડનો ફુગ્ગો ફોડ્યો હતો. કૌભાંડની ગંભીરતા જોઇ પાલિકા કમિશનરે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા હતા, જેમાં જે રૂપિયા દાન માટે એકત્ર કરાયા હતા તેમાં રૂ 3થી 3.5 લાખનો હિસ્સો મળતો હોવાનું બહાર આવ્યું હતું. જેથી સહાયની રકમમાં ગોટાળો થયો હોવાનું બહાર આવતાં શાસનાધિકારી હિતેશ માખેચાનો અંધેર વહીવટનો કારનામો બહાર આવ્યો હતો. વિજિલન્સ રિપોર્ટ બાદ પાલિકા દ્વારા શાસનાધિકારી સામે કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. સંદર્ભે મનપા કમિશનર મિલિન્દ તોરવણે જણાવ્યું હતું કે કેશોદ બસ અકસ્માતમાં ફંડની રકમમાં ગોબાચારી થઇ હતી તે પ્રકરણમાં પાલિકાએ શાસનાધિકારી હિતેશ માખેચાને ચાર્જશીટ આપીને ખુલાસો પુછ્યો છે. હિતેશ માખેચાને રૂબરૂ સાંભળવાની તક આપ્યા બાદ આગળનો નિર્ણય લેવાશે. હવે જોવાનું રહ્યું કે પીડિત પરિવારો માટે એકત્ર કરાયેલી દાનની રકમમાં થયેલી ગોબાચારીમાં સંડોવાયેલા શાસનાધિકારી હિતેશ માખેચાને ક્લીન ચીટ અપાય છે કે તેમની સામે સખત કાર્યવાહી કરાય છેω તેના પર સૌ કોઇની નજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો