તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • અકોલાથી સુરત આવતી બસ ટ્રક અકસ્માતમાં બેનાં મોત, 8 ઘાયલ

અકોલાથી સુરત આવતી બસ-ટ્રક અકસ્માતમાં બેનાં મોત, 8 ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અકોલાથીસુરત આવી રહેલી લક્ઝરી બસ માર્ગમાં ઊભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં સુરતની બે વ્યક્તિનાં મોત થઈ ગયા, જ્યારે 8 વ્યક્તિ ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે અકોલાથી સુરત જઈ રહેલી વાઘ ટ્રાવેલ્સ કંપનીની બસ નં GJ 03 W 9986 રવિવારે વહેલી સવારે રાષ્ટ્રીય ધોરિમાર્ગ પરથી પસાર થઈ રહી હતી. સમયે જલગાંવના એરંડોલ નજીક હાઈવે પર ઊભેલા ટ્રકમાં ઘુસી ગઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં સુરતમાં રહેતા નરાયણ ભાસ્કર ચવ્હાણ(30 વર્ષ) અને અર્જુનસિંઘ આનંદસિંઘ રાજપૂત (23 વર્ષ)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માતમાં વિમાલાબાઈ અબુલકર(અકોલા), હેમંત રમેશ મોરે(સાકરી), અબ્દુલ સમદ અબ્દુલ વહાબ (અમદાવાદ), ભિમરાવ મોતિરામ વારૂડે, સૈયદ જમુદ, શેખ કમરૂદ્દીન(જલગાંવ, જામોદ), શેખ જાકીર, શેખ યુસુફ (ખામગાંવ), શોભા સંજય ચૌહાણ(બુલઢાણા) ઘાયલ થયા હતા.

એરંડોલ નજીક ઊભેલી ટ્રકમાં બસ ઘૂસી ગઇ

અન્ય સમાચારો પણ છે...