• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સાહિત્યકાર, શિક્ષણશાસ્ત્રી રમેશભાઈ ઓઝાનું અવસાન

સાહિત્યકાર, શિક્ષણશાસ્ત્રી રમેશભાઈ ઓઝાનું અવસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાહિત્યકાર,શિક્ષણશાસ્ત્રી અને નર્મદ સાહિત્યના ઉપપ્રમુખ રમેશભાઇ ઓઝાનું રવિવારે દુ:ખદ અવસાન થયું હતું.

રાજસ્થાનના કોજરા ગામમાં પહેલી જુન 1936માં જન્મ લેનાર રમેશભાઇ ઓઝાનો ઉષ્માભર્યો સ્વભાવ હોવાને કારણે વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. એમટીબી કોલેજમાં અભ્યાસ કર્યા બાદ અંગ્રેજીના પ્રાધ્યાપક તરીકે તેમણે 30 વર્ષ સુધી સેવા આપી હતી.

તેમના પ્રાધ્યાપક કાળ દરમિયાન વિદ્યાર્થીઓમાં તેમના નામ કરતા સફેદવાળ વાળા સાહેબ તરીકે વધુ જાણીતા હતા. પ્રાધ્યાપક બાદ તેમણે એમટીબી કોલેજમાં આચાર્ય અને ત્યારબાદ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મંત્રી તરીકે પણ સેવા આપી હતી. ઉપરાંત તેઓ અગ્રેજી સાહિત્યના પ્રખર અભ્યાસી હતા. તેઓ સાહિત્યની સાથે તેઓ કોલમિસ્ટ પણ હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ નર્મદ સાહિત્ય સભાના ઉપપ્રમુખ તરીકે પણ હોદ્દો સંભાળતા હતા.

અન્ય સમાચારો પણ છે...