તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • દૃષ્ટિ બદલાતાની સાથે સૃષ્ટિ પણ આપોઆપ બદલાઇ જશે

દૃષ્ટિ બદલાતાની સાથે સૃષ્ટિ પણ આપોઆપ બદલાઇ જશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીઅઠવાલાઇન્સ જૈન સંઘમાં પૂજ્ય પંન્યાસ પ્રવર પદ્મદર્શન વિજયજી મહારાજે સમર્પણ ગ્રૂપ ઓફ ભરૂચના યુવાનોને જણાવ્યું હતું કે, ખુદને ખરાબ કહેવાની કોઇની હિંમત હોતી નથી માટે ઘણાં કહે છે. જમાનો ખરાબ છે.

હકિકત કાંઇક જુદી છે, કોણ ખરાબ છેકે કોણ સારુંω વાત તમારી દૃષ્ટિ ઉપર આધારિત છે. જો તમારી દુર્યોધન જેવી દૃષ્ટિ હશે તો બધે તમને બધુ ખરાબ દેખાશે પણ જો તમારી દૃષ્ટિ યુધિષ્ઠિર જેવી હશે તો તમને બધુ સારું દેખાશે. દૃષ્ટિ બદલવાની જરૂર છે. દૃષ્ટિ બદલાતાની સાથે સૃષ્ટિ આપોઆપ બદલાઇ જશે. આજે પરિવાર, સમાજ કે દેશમાં જ્યાં જુઓ ત્યાં ભાંગફોડની પ્રવૃત્તિઓ જોરમાં ચાલે છે. જ્યાં સુધી આમાં પરિવર્તન નહિં આવે ત્યાં સુધી વિકાસની ક્ષીતિજો ખુલવી મુશ્કેલ છે. તમારી પાસે અભિગમ કેવો છે તેના દ્વારા પરિવાર, સમાજ કે રાષ્ટ્રનું ઘડતર થતું હોય છે. આજે લગભગ વડિલો નકારાત્મક અભિગમ તરફ આગળ વધી રહ્યા છે. જો વડિલો એમા ફેરફાર નહિં કરે તો પરિવારથી માંડીને રાષ્ટ્રનું તંત્ર ખાડામાં ગયા વિના નહિં રહે. યુવાનોએ હકારાત્મક અભિગમને સ્વીકારવાનો છે, જો અંગે યુવાપેઢી ગંભીર બનશે તો સમગ્ર સમાજથી માંડીને રાષ્ટ્ર સુધીની સમસ્યાઓ ટુંકમાં ઉકલી જશે.તમે કોઇને ખરાબ કહેશો નહિ, ખરાબી ખુદમાં ખોળતાં શીખો. સાંપ્રત સમય અતિ ભૂંડો છે.

અન્ય સમાચારો પણ છે...